અંબાણી પરિવારમાં ફરી એકવાર ઉજવણીનો માહોલ છે. તાજેતરમાં મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી એ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે હવે મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પણ સગાઈ થઇ છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સગાઈ થઇ છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની “રોકા” વિધિ શૈલા અને વિરેન મર્ચન્ટના સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે આજે રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓ તેમને આશીર્વાદ આપ્યા હતા.
યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. આજે પરિવાર અને મિત્રો સાથે મળીને ખુશીના આ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. અનંત અને રાધિકા કેટલાક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આજના આયોજનથી આગામી મહિનાઓમાં આવનારા તેમના લગ્નની ઔપચારિક વિધિનો પ્રારંભ થયો છે.
તેઓ તેમની સહજીવનની નવી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓની અભ્યર્થના રાખે છે. અનંત અંબાણીએ યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યો છે. તે હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યો છે. રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેન એન્કોર હેલ્થકેરના CEO છે.
રાધિકાના પિતા વિરેનની ગણના ભારતના અમીર વ્યક્તિઓમાં થાય છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. તે પછી તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેમણે પોલિટિક્સ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તે 2017માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઇસ્પ્રાવા ટીમમાં જોડાઇ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવું ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એક સાથેનો ફોટો 2018માં વાયરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટમાં જોવા મળ્યા હતા. રાધિકા એક ટ્રેન્ડ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022 માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. બોલિવૂડના ફેમસ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સેરેમનીમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના ઘણા વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં જેણે પણ રાધિકાનો ડાન્સ જોયો હતો તેણે રાધિકાના વખાણ કર્યા હતા.