લાપરવાહ સરકાર:આંગણવાડીઓની દયનિય અને જર્જરિત હાલત જોઈ નહિ શકો ,ભુલકાઓ માટે ખુબ જ જોખમી.

ભાવનગર(Bhavnagar):સરકાર દ્ધારા આંગણવાડીમાં દર વર્ષે નાના બાળકો માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ પુરતી સુવિધા અને સમયસર મરામતના અભાવે આંગણવાડીઓ જર્જરિત છે.વલભીપુરમાં 14 આંગણવાડી કેન્દ્રોમાંથી 3 સમસ્યાગ્રસ્ત બની છે જયારે તળાજા,સિહોરની આંગણવાડીની સ્થિતિ એકંદરે સારી કહી શકાય તેવી છે.મહુવાના વાંગર ગામે પણ આંગણવાડી ખંડેર હાલતમાં છે.

આ ઉપરાંત ગારીયાધાર શહેરની ઘાંચી વાડ વિસ્તારની આંગણવાડીનાં મેદાનમાં બ્લોક નથી.જયારે ન્યુ શિવ શક્તિ પ્લોટ જુની કે.વી.પાસે આંગણવાડી જર્જરિત છે

વલ્લભીપુર :

વલભીપુર શહેરમાં કુલ-14 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેમાંથી ૩ સમ્સ્યાગ્રસ્ત છે .જેમાં મોટા ભાગના કેન્દ્રોના મકાન નવા બનાવેલ છે જેમાંથી જાહેર શૌચાલય નજીક ગણી શકાય તેવા પાટીવાડા વિસ્તારમાં પોસ્ટ ઓફીસ જવાના રસ્તે બીજુ કેન્દ્ર ચમારડી દરવાજા પાસે આવેલ કેન્દ્ર જાહેર મુતરડી પાસે છે અને ત્રીજુ ભરવાડ શેરીમાં કેન્દ્ર પાસે પશુઓના છાણના ઉકરડા ઢગલા કરવામાં આવે છે.

ગારીયાધાર :

ગારીયાધાર શહેરની ઘાંચીવાડમાં આવેલ આંગણવાડીની દયનિય સ્થિતિ હાલમાં જોવાં મળી રહી છે .આંગણવાડીમાં નાના ભુલકા આવતાં હોય છે ત્યારે આંગણવાડીનાં મેદાનમાં ચોમાસા દરમિયાન મોટુ ઘાસ ઉગી નિકળતાં જીવ જંતુનો પણ ભય રહે છે.છતાં તંત્ર દ્ધારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.તંત્ર દ્ધારા આ બાબતે ગંભીર બનવુ જરૂરી છે.

મહુવા :

મહુવા તાલુકાના વાંગર ગામે ગોકુળ ગામ યોજના 2001 માં બનેલ આંગણવાડી સંપૂર્ણ પણે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે આ આંગણવાડીના બધા જ રૂમમાં લોખંડના સળિયા પણ દેખાય ચૂક્યા છે, જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી હાલતમાં છે .આંગણવાડીમાં 30 જેટલા નાના બાળકો અભ્યાસ અર્થે આવે છે જો આ આંગણવાડી ધરાશાય થશે તો આ નાના ભૂલકાઓની જવાબદારી કોની રહેશે. અનેકો રજૂઆત બાદ પણ કોઈ પગલા ભરવામાં આવેલ નથી.