ખંડાલામાં પ્રભુતામાં પગલાં પાડનાર ક્રિકેટર કેએલ રાહુલ અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. શેર કરાયેલી પાંચ તસવીરોમાં કપલ ખૂબ ખુશખુશાલ લાગી રહ્યું છે. એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ આ કપલની પ્રથમ તસવીર સામે આવી છે. આ કપલ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી ફોટોમાં તમે જોઈ શકો છો કે કેએલ રાહુલ આથિયાનો હાથ પકડી રહ્યો છે તો ક્યાંક તેના કપાળ પર ચુંબન કરી રહ્યો છે. ફોટા જોઈને સમજાય છે કે કપલ એક સાથે કેટલું ખુશ છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. કેએલ રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની ખૂબ જ શાનદાર તસવીરો સામે આવી છે. તસવીરોમાં આ સ્ટાર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
જે પાંચ તસવીરો સામે આવી છે તેમાં નવપરણિત યુગલ ખુબ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. બન્ને સુંદર પેસ્ટલ પિંક આઉટફિટ્સમાં જોઇ શકાય છે. ડિઝાઈનર અનામિકા ખન્નાએ બંનેના વેડિંગ કપલ ડિઝાઈન કર્યા છે. એક તસવીરમાં તેઓ બન્ને ફેરા ફરી રહેલા, બીજી-ત્રીજીમાં અથિયા પતિ રાહુલની સામે તાકી રહેલી દેખાય છે.
ટીમ ઈન્ડીયાના દિગ્ગજ ક્રિકેટર કેએલ રાહુલે ઘરસંસાર માંડયો છે. રાહુલે તેની ફ્રેન્ડ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીની સાથે લગ્ન કરી લીધા છે. એક્ટર સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત આલિશાન બંગલામાં લગ્ન સમારોહ ગોઠવાયો હતો જેમાં રાહુલ અને અથિયા શેટ્ટીએ સાત ફેરા ફરીને હંમેશને માટે એકબીજાના થયા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં મહેમાનોની પાંખી હાજરી જોવા મળી હતી. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રિત કરાયા હતા. લગ્નમાં આવનાર મહેમાનો પર મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો કારણ કે શેટ્ટી પરિવાર તેમના ઘરના આ પ્રસંગને સીમિત રાખવા માગતો હતો. નવપરણિત દંપતિ ખુદ લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશે.