રાજકોટ(Rajkot):રાજ્યભરમાં એટેકના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ રાજકોટમાંથી હાર્ટ એટેકથી થયેલા મોતના સમાચાર આવી રહ્યા છે,જેમાં શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટર નજીક વીર હનુમાન ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી કરી રહેલો યુવાનને અચાનક જ હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ,25 વર્ષના જતીન ખોડાભાઈ સરવૈયા ગઈકાલે ઘર નજીક વીર હનુમાન ચોકમાં જન્માષ્ટમીની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે તરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તરત જ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો,મૃતક યુવાન જતીનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.,જન્માષ્ટમીના દિવસે જ પરિવાર પર આવું મોટું દુખ આવી પડતા તહેવારની ખુશી દુઃખમાં પલટાઈ ગઈ હતી,જતીનભાઈને સંતાનમાં એક એક પુત્ર અને એક પુત્રી છે.
આ યુવાનના અચાનક મોતથી માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા સરવૈયા પરિવારની તહેવારની ખુશી શોકમાં પલટાઈ ગઈ છે.,આટલા દુખદ સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.