ગાંધીનગરના ઝુંડાલમાં દિવ્ય દરમારમાં બાગેશ્વર બાબાની પાદુકા ખોવાઈ,બાઉન્સરોએ શોધ ખોળ શરૂ કરી

ગાંધીનગર(gandhinagar) :બાગેશ્વર બાબા ખુબ જ ચર્ચામાં છે,બાગેશ્વર બાબા ગુજરાતના પ્રવાસે આવ્યા છે,ત્યારે જુદા જુદા શહેરોમાં તેના દિવ્ય દરબાર યોજાય રહ્યા છે.બાબા બાગેશ્વર અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા. જે બાદ ગાંધીનગરનાં ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં બાબા આવી પહોચ્યાં હતા. જ્યા ફાર્મમાં ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદ વચ્ચે પણ બાબાના દર્શન માટે લોકોની ભીડ જોવા મળી હતી.

ઘણા લોકો રવાના પણ થઈ ગયા હતા. આ વચ્ચે બાબાની પાદુકા ખોવાઈ ગઈ હતી. જેથી બાઉન્સરો શોધવા લાગ્યા હતા. ત્યારે એક પાદુકા મળી આવી હતી. જોકે, હજુ એક પાદુકા ગુમ છે.

ગાયક કલાકાર કિંજલ દવે પણ ત્યાં આવ્યા હતા. જોકે, હાલ વરસાદ શરૂ થતા ત્યા હાજર લોકોએ માથા પર ખુરશીઓ રાખી વરસાદથી બચવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.

કાલિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબા નામનથી અમને માન અને ગૌરવ છે. ભારતવર્ષમાં એક એવી જનેતાએ મહાપુરુષને જન્મ આપ્યો છે. જેના માટે ભગવાનને પ્રાર્થના છે કે આવા પુરુષોને જન્મ આપે. ભારતવર્ષને હિન્દુરાષ્ટ્ર ઘોષિત કરીને જ રહીંશું.

29 અને 30 મેના રોજ એમ બે દિવસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ઘાટલોડીયા ચાણક્યપુરી ખાતે યોજાનારા દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલીને ઓગણજ રિંગ રોડ સર્કલ નજીક નક્કી કરવામાં આવ્યું છે.