ઠંડીનો સામનો કરવા રહેજો તૈયાર! બે-ત્રણ દિવસ સુસવાટા સાથે પવન ફુંકાવાની આગાહી

ગુજરાતવાસીઓને હાલ નહીં મળે ઠંડીથી રાહત. રાજ્યમાં હજુ પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ સૌરાષ્ટ્રમાં સુસવાટા સાથે પવન ફુંકાશે. જેને કારણે ઠંડીમાં વધારો થઇ શકે છે. ભારે પવનને કારણે સૌરાષ્ટ્રભરમાં દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. તો બીજી તરફ વાદળછાયું વાતારણ રહેશે. જેને કારણે આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.

તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. આવામાં રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. લોકો હજુ બે દિવસ કાતિલ ઠંડીનો માર સહન કરવો પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. અમદાવાદમાં 2 દિવસ 10 ડિગ્રી તાપમાન રહેશે. સાથે જ નલિયામાં હજુ 24 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આમ, રાજ્યમાં શિતલહેર યથાવત રહેશે અને ઠંડીનો ચમકારો રહેશે.

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર દિલ્લી, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું માનીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં 25 તારીખ સુધી એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવશે જેના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ ડિસ્ટરબન્સની અસર પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી વર્તાશે એટલે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. તો સાથે પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા નલિયામાં 24 કલાક દરમિયાન કોલ્ડવેવ સાથે કોલ્ડ દિવસની આગાહી કરાઇ છે.

અમદાવાદમાં બે દિવસ દરમિયાન 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. સાથે જ પવનની ગતિ યથાવત રહેશે. ખાસ કરીને, બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. રાજ્યમાં સોમવારની ઠંડીની વાત કરીએ તો, ગાંધીનરમાં 7.8 ડિગ્રી, નલિયામાં 8 ડિગ્રી, પાટણ, અમરેલી, ડાંગ, રાજકોટમાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભુજ, અમદાવાદમાં 10 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતુ. જ્યારે ડીસા, દાહોદ, ભાવનગર, વડોદરા, સુરતમાં 11 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતુ.