આ કારણે ઠંડીમાં વધી જાય છે હાર્ટ ઍટેકનો ખતરો, ખાસ ધ્યાન રાખો આ બાબતોનું

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક આવવાનો ખતરો ઉનાળાના મુકાબલે બેઘણો વધી જાય છે. એક રિસર્ચ અનુસાર, ફ્લૂ થવાથી એક અઠવાડિયાની અંદર હાર્ટ એટેકનું જોખમ 6 ગણું વધી શકે છે. માટે હાર્ટના દર્દીઓને આ ઋતુમાં પોતાનું ધ્યાન રાખવું જોઈએ. આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક.

એક્સપર્ટ્સ અનુસાર, જીવનશૈલી સાથે જોડાયેલી તમારી ખરાબ આદતો કાર્ડિયોવસ્કુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. શિયાળામાં એટેકની સંભાવના વધારે હોય છે. એક સ્ટડીમાં સંશોધકોએ જોયુ કે શિયાળાની ઋતુમાં ફ્લુ થવા પર આપણું હાર્ટ તણાવમાં આવી જાય છે. માટે હાર્ટ એટેકની સ્થિતિ ઉભી થાય છે. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. જો તમને લાંબુ આયુષ્ય આપશે, તેમજ હૃદય સંબંધિત બીમારીઓને આસપાસ ભટકવા નહિ દે.

આ રીતે તમે જાપાનીઓ જેવુ લાંબુ આયુષ્ય જીવી શકશો. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક શોધમાં શ્વસન સંક્રમણ, ખાસકરીને ઈન્ફ્લુએન્ઝા અને હાર્ટ એટેકની વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ જણાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ફ્લૂ થવાના એક અઠવાડિયાની અંદર હાર્ટ એટેકનું જોખમ છ ઘણુ વધી શકે છે. ઈંફ્લુએન્ઝા હાર્ટ અને વસ્કુલર સિસ્ટમ પર સ્ટ્રેસ નાખે છે. વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે.

હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.