મકરસંક્રાંતિ પહેલા સોનું અને ચાંદી થયા સસ્તા, ખરીદતા પહેલા તપાસો કિંમત

જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં, મકરસંક્રાંતિ પહેલા, ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દસ ગ્રામ સોનું સસ્તું થઈને રૂ.56,082 થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 68,754 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 105 રૂપિયાના ઘટાડા સાથે 56,082 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,187 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે ચાંદીનો ભાવ પણ રૂ. 572 ઘટીને રૂ. 68,754 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, HDFC સિક્યોરિટીઝના વિશ્લેષકે જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારમાં હાજર સોનું રૂ. 56,082 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું. આ 10 ગ્રામ દીઠ 105 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.

વિદેશી બજારોમાં ચાંદીમાં ઘટાડો: વિદેશી બજારોમાં સોનું 1,883 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત હતું. જ્યારે ચાંદી ઘટીને 23.67 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, “સોનાના ભાવ શરૂઆતના એશિયન ટ્રેડિંગ કલાકોમાં ફ્લેટ હતા કારણ કે વેપારીઓ યુએસ ફુગાવાના ડેટાની રાહ જોતા હતા. ફુગાવાના ડેટા યુએસ સેન્ટ્રલ બેંકનું આગળનું વલણ નક્કી કરશે.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણવો ખૂબ જ સરળ છનોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

See also  રાજકોટમાં બાબા બાગેશ્વરનાં વિરોધમાં આવતીકાલે યોજાનાર રેલી સહિતના કાર્યક્રમોની મંજૂરી રદ્દ કરાઈ.