ભાવનગર (Bhavnagar ): હવે સુરતની સાથે સાથે ભાવનગર શહેર પણ અંગદાન માટે આગળ વધી રહ્યું છે . મળતી જાણકારી મુજબ ,તળાજા તાલુકાના બારૈયા પરિવાર ઉપર 10મી જુલાઇએ એકાએક આફત આવી. બારૈયા પરિવારના ગૃહિણી 39 વર્ષીય નીતાબહેનને બ્રેઇનહેમરેજ થયું. સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા .
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 10 દિવસ સુધી જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ 20 મી જુલાઇની રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા .નીતાબહેનને એક પુત્ર છે મીલન. સિવિલ હોસ્પિટલમાં દસ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થયેલ નીતાબહેનના અંગોના દાનનો નિર્ણય ખુદ તેમના દિકરાએ કર્યો.20 વર્ષના જુવાન જ્યોત આ દિકરાના નિર્ણયથી ચાર જીંદગી બચાવી છે.
સિવિલ હોસ્પિટલના તબીબોને હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા પણ મળી. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા.અંગદાન કર્યાની આ પ્રથમ ઘટના છે. જ્યારે તેમના પુત્રએ અંગદાનનો નિર્ણય કર્યો ત્યારે એ ક્ષણ સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ભાવુક બની રહી હતી. આમ અંગદાન મહાદાનના સુત્રને નિતાબેનના પરિવાર જનોએ સાર્થક કયુઁ છે.