જેગુઆરનો માલિક આવી ચુક્યો છે,CBIના સાણસામાં, 400 કરોડની ઠગાઈ વિષે થયો ખુબ જ મોટો ધડાકો.

અમદાવાદ(Amadavad):બ્રીજ પર થયેલો અકસ્માત થી અનેક લોકો ધ્રુજી ગયા છે,જેમાં પૈસાદાર પાર્ટીના તથ્ય પટેલની ભૂલને લીધે નિર્દોષ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે,તથ્ય પટેલ જે જેગુઆર ચલાવી રહ્યો હતો તેનું રજિસ્ટ્રેશન ક્રિશ વરિયા નામના વ્યક્તિના નામે RTOમાં નોંધાયેલી છે. GJ01WK0093ના નંબરની કારનો માલિક ક્રિશ વરિયા હોવાનું સામે આવ્યું છે.

આ ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા અને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ બિઝનેસ પાર્ટનર છે. આ બન્ને બિઝનેસ પાર્ટનર ગુનાહિત  લાંબો ઈતિહાસ ધરાવે છે અને ઘણીવાર હેડલાઈન્સમાં પણ ચમકી ચૂક્યા છે.

પ્રજ્ઞેશ પટેલ ગેંગરેપમાં તો હિમાંશુ વરિયા ફાયનાન્સિયલના મોટા ફ્રોડમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં, હિમાંશુ વરિયાએ તો 500 કરોડનું દેવુ થઈ જતા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

2020ના રાજકોટની એક યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 4 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ દારૂ તેમજ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. આ નરાધમોમાં તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જીતેન્દ્ર ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલનો સમાવેશ થાય છે.

 2020માં પ્રજ્ઞેશ પટેલ સામે ગેંગરેપનો કેસ દાખલ થયાના એક જ મહિનામાં એટલે કે ડિસેમ્બર 2020માં તેના મિત્ર એવા હિમાંશુ વરિયા સામે સીબીઆઈએ બેંક ફ્રોડ કેસ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વિવિધ બેંકો સાથે 500 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ મેસર્સ વરિયા એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ લિમિટેડ સામે બે અલગ અલગ કેટલાય  ગુના સીબીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈએ આ મામલે કુલ 9 સ્થળે દરોડા પાડ્યા હતા. મેસર્સ વરિયા એન્જિનિયરિંગના હિમાંશુ પ્રફુલચંદ્ર વરિયા તથા તેમના પત્ની શ્રીમતી સેજલ વરિયા,  સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મેસર્સ વરિયાના સંચાલકોએ 2013થી 2017 દરમિયાન વિવિધ બેંકોમાંથી લોન તેમજ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈ સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં ઘાલમેલ કરીને કુલ રૂ.452.62 કરોડની ઠગાઈ કરી હતી. જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોએ 2017 થી 2019 દરમિયાન બેંકમાંથી ઓવરડ્રાફટ લઈને કંપનીને નાદાર જાહેર કરીને કુલ રૂ.72.55 કરોડની ઠગાઈ આચરી હતી.