ભારતીય શરાફા બજારે આજે સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 51623 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57912 રૂપિયા થઈ ગયો છે.
સોના ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે. સવારે અને સાંજે. ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું સોનું આજે 51416 રૂપિયે, 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 47287 રૂપિયે, આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 38717 રૂપિયા થયા છે. જ્યારે 585 પ્યોરિટીવાળા સોનાના ભાવ વધીને 30199 રૂપિયા થયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 57912 થયો છે.
કેટલો ભાવ વધ્યોસોના અને ચાંદીના ભાવમાં રોજ ફેરફાર થાય છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 999 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 401 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું આજે 399 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 368 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 300 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 234 રૂપિયા મોંઘુ થયું છે. ચાંદીના ભાવમાં એક કિલોએ 1940 રૂપિયાનો ઘટાડો થયો છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખજ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે.
જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
પીએમ મોદી આજે દેશના સૌથી પહેલા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદ્ધઘાટન કરવા જઇ રહ્યા છે. આ દેશનું પહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ છે, જે ગુજરાતના GIFT સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર માં આવેલું છે.
ગાંધીનગરનું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો અને ટેક્નોલોજી સર્વિસીઝ (Technology Services) ઓફર કરે છે. આ એક્સચેન્જની સૌથી મોટી ખાસિયત તે છે કે તેનો ખર્ચ અન્ય એક્સચેન્જ અને વિદેશના એક્સચેન્જની સરખામણીએ ખૂબ ઓછી છે. શરૂઆતમાં IIBXમાં T+0 સેટલમેન્ટ સાથે 995 પ્યોરિટીની સાથે એક કિલોગ્રામ અને 999 પ્લોરિટીના 100 ગ્રામ ગોલ્ડના ટ્રેડિંગ થવાની સંભાવના છે. આ એક્સચેન્જમાં તમામ કોન્ટ્રાક્ટ ડોલરમાં લિસ્ટેડ છે. તેનું સેટલમેન્ટ પણ ડોલરમાં થશે.
શું છે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જબુલિયનનો અર્થ ફિઝીકલ ગોલ્ડ અને સિલ્વર છે, જેને લોકો કોઇન, બાર વગેરે સ્વરૂપમાં પોતાની પાસે રાખી શકે છે. ઘણી વખત બુલિયનને લીગલ ટેન્ડર માનવામાં આવે છે. કેન્દ્રીય બેંકના રિઝર્વમાં પણ બુલિયન સામેલ હોય છે. એટલું જ નહીં ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ પણ તેને પોતાની પાસે રાખે છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સરકારે બુલિયન સ્પોટ ડિલીવરી કોન્ટ્રાક્ટ અને બુલિયન ડિલીવરી રિસીટને નોટિફાઇ કર્યા હતા. IIBXનું રેગ્યુલેટર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) છે. મહત્વનું છે કે કેન્દ્રીય બજેટ 2020-21માં નાણામંત્રી નિર્મલા સીતારમણે IIBXની સ્થાપનાની જાહેરાત કરી હતી.
કઇ રીતે કરશે કામ?IIBX દ્વારા ભારતમાં સોના-ચાંદીની આયાત થશે. ઘરેલૂ જરૂરીયતોને પહોંચી વળવા બુલિયનની આયાત પણ તેના એક્સચેન્જ દ્વારા થશે. આ એક્સચેન્જ સ્વરૂપે તમામ માર્કટ પાર્ટિસિપેન્ટને બુલિયન ટ્રેડિંગ માટે એક કોમન પારદર્શક પ્લેટફોર્મ મળશે. તેનાથી યોગ્ય ભાવ નિર્ધારણમાં પણ મદદ મળશે. એટલું જ નહીં તેમાં સોનાની ક્વોલિટીની ગેરન્ટી પણ હશે. RBI આ વર્ષે મે માસમાં IIBX દ્વારા ગોલ્ડના ઇમ્પોર્ટના જરૂરી મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ ગાઇડલાઇન્સ દ્વારા ઘરેલૂ ક્લોલિફાઇડ જ્વેલર્સને પણ IIBX દ્વારા ગોલ્ડ ઇમ્પોર્ટ કરવાનો અવસર મળશે.
ગાઇડલાઇન્સ અનુસાર, બેંક ક્વોલિફાઇડ જ્વેલર્સને IIBX દ્વારા ગોલ્ડ ઇમ્પોર્ટ માટે 11 દિવસની એડવાન્સ પેમેન્ટ સુવિધા આપશે. રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર, ગોલ્ડની આયાત માટે ક્વોલિફાઇડ જ્વેલર્સ તરફથી કરવામાં આવનાર પેમેન્ટ IFSCAથી માન્યતા પ્રાપ્ત એક્સચેન્જ દ્વારા થશે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.