મુકેશ અંબાણીના દીકરાની એન્ગેજમેન્ટમાં આવ્યા બોલિવૂડના અભિનેતાઓ : જાણો શાહરુખ ખાનથી લઈને કોણ કોણ હતા હાજર

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીમાં કરી હતી સગાઈ. સગાઈ પછી મુકેશ અંબાણીએ મુંબઈના એન્ટેલિયામાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઘણા બોલિવૂડના અભિનેતાઓ રહ્યા હતા હાજર. આલિયા ભટ્ટ પણ રણબીર સાથે દેખાય હતી. અનંત અંબાણીની સગાઈની પાર્ટીમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર-આલિયા, અયાન મુખર્જી, ઝહીર ખાન-સાગરિકા ઘાટગે, અયાન મુથર્જી, રણવીર સિંહ સહિતના અભિનેતાઓ આવ્યા હતા.

શાહરુખ ખાન પાર્ટીમાં પોતાની મેનેજર પૂજા દદલાણી પણ આવ્યો હતો સાથે. આ પાર્ટીમાં ફૂલોની સજાવટ, બોલીવુડના ગ્લેમરની સાથે સાથે ધમાકેદાર મ્યુઝિક પણ હતુ. પાર્ટીમાં મિકા સિંહે થનાર દુલ્હા-દુલ્હનનું સ્પેશિયલ પર્ફોરમન્સ સાથે સ્વાગત કરવામાં આવ્યુ. અંબાણીની આ પાર્ટીમાં રણવીર સિંહ પણ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો. તેણે બ્લેક કલરનું આઉટફિટ પહેર્યુ હતુ. એક્ટર શાહરૂખ ખાને પણ સ્ટાઇલિશ અવતારમાં આ પાર્ટીમાં એન્ટ્રી લીધી હતી. તે ગાડીમાંથી નીકળીને સીધો અંદર ચાલ્યો ગયો. શાહરૂખે પાપારાઝીને પોઝ ન આપ્યા.

સલમાન ખાન પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો. જો કે શાહરૂખની જેમ જ તેણે પણ પાપારાઝીને પોઝ ન આપ્યા. આ પાર્ટીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ પહોંચ્યા હતા. બંને એકબીજાનો હાથ પકડીને પાર્ટીની અંદર જતા જોવા મળ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે આ પાર્ટીમાં ફિલ્મમેકર અયાન મુખર્જી પણ જોવા મળ્યો હતો. જાહન્વી કપૂર પિંક સાડીમાં ઘણી જ સુંદર લાગી રહી હતી. મુકેશ અંબાણીના પુત્ર અનંતની ફિયાન્સી રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. ત્યારપછી તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી.

ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. બોલિવૂડના ફેમસ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.