સુરતમાં માતા-પિતા સહિત ચારના સામૂહિક આપઘાતમાં બચી ગયેલાં ભાઈ-બહેનનો વતન સિહોર જઈ ઝેરી દવા પી આપઘાત

સુરત(surat):રાજ્યભરમાં દિવસે ને દિવસે આપઘાતના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,સુરતમાં અઢી મહિના પહેલાં એક પરિવારના ચાર સભ્યએ સામૂહિક આપઘાત કરી લીધો હતો, આ આપઘાતમાં પરિવારનાં ભાઈ અને બહેન બચી ગયાં હતાં. હવે આ બંનેએ પણ વતન સિહોર જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જેથી આખા પંથકમાં ખુબ જ  શોકનો માહોલ છવાઈ ગયો છે.

ભાવનગર જિલ્લાના સિહોરના પાડાપાણ ગામે 8 દિવસ પહેલાં જ સુરતથી તેનાં બા તથા કાકા સાથે ગામડે રહેવા બે સગાં ભાઇ-બહેન આવ્યાં હતાં.,જોકે અઢી માસ પહેલાં જ તેનાં માતા-પિતા તેમજ ભાઈ-બહેને આપઘાત કરી લીધો હતો.તેના ઘરે ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં સિહોર પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે,આઘાત સહન કરી ન શકતાં બન્ને ભાઇ-બહેને પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

સિહોરના પાડાપાણ ગામના સુરત ખાતેરહેતા વિનુભાઇ મોરડિયા તેનાં પત્ની શારદાબેન તેમજ પુત્રી સૈનિતાઅને પુત્ર ક્રિશ ચારેય સભ્યએ 8 જૂને સુરતમાં તેના ઘરેથી થોડે દૂર જઈ આત્મહત્યા કરી લીધી હતી,ચાર સંતાનના પિતા વિનુભાઇએ આત્મહત્યાનું પગલું ભરી લીધું, ત્યારે તેનાં અન્ય બે સંતાનો ઋષિતા વિનુભાઇ મોરડિયા અને પાર્થ મોરડિયા એ સમયે ઘરે હાજર ન હતા.,તેથી તેઓ બચી ગયા હતા.

બન્ને ભાઇ-બહેનને આ આઘાત સહન ન થતાં અને અવારનવાર પરિવારને જણાવતાં હતાં કે તેનાં માતા-પિતા તેમજ ભાઈ-બહેનનાં મોત થવાથી તેમને પણ જીવનમાં કંઇ રસ નથી, ત્યારે હજુ 8 દિવસ પહેલાં જ સુરતથી સિહોરના પાડાપાણ ખાતે દાદી તથા કાકા સાથે રહેવા આવ્યાં હતાં અને ગઇકાલે બપોરના 3 વાગ્યાના સમયમાં 26 વર્ષની  ઋષિતા મોરડિયા અને  21 વર્ષના  પાર્થ મોરડિયાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

વિનુભાઈ સુરતમાં હીરા ઘસતા હતા, જ્યારે તેની બન્ને દીકરી સાડીના લેસના પટ્ટાનું મશીન ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે એક પુત્ર અભ્યાસ કરતો હતો અને મોટો પુત્ર કોલેજ સુધીના અભ્યાસ બાદ કંઈ કામધંધો કરતો નહોતો.,આર્થિક તંગીને લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

લગ્નની ઉંમર છતાં પુત્ર કામ કરતો ન હોવાથી પિતાને વધુ ને વધુ ચિંતા કોરી ખાતી હતી, જેના કારણે તેમણે પત્ની અને બે સંતાનોએ આત્મહત્યા કરી હોવાની શંકા પણ હતી., ઉપરાંત પુત્ર સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો અને ઘરમાં નાની બહેનો સાથે મારઝૂડ કરતો.

પરિવારની મોટી દીકરી ઋષિતાએ 10 જૂનના રોજ બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઋષિતાને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી., ત્યારે  આ પગલું ભર્યું હોવાનું અનુમાન હતું, જોકે ત્યારે તે બચી ગઈ હતી.