CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, G20 સહિતના મુદ્દે થશે ચર્ચા

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આયોજીત થશે. સવારે 10 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં બજેટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા કેબિનેટ બેઠકનું આયોજન થશે. સવારે 10 કલાકે કેબિનેટ બેઠક મળશે જેમાં ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમીક્ષા પણ થશે.

કોરોનાના કેસ તથા વેક્સિનેશન અંગે ચર્ચા થશે: કોરોનાના કેસ તથા વેક્સિનેશનની અંગે પણ ચર્ચા થશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક અંગે સમીક્ષા થશે. આ ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીઓની પણ સમીક્ષા થશે. ઈ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટમા સમિક્ષા થશે તેમજ સરકાર નીતિવિષયક બાબતો પર ચર્ચા થશે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં બજેટની તૈયારી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ સાથે G-20 બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત બેઠકમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનથી લઇને રાજ્યમાં કૃષિ વાવેતર તેમજ વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમ અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.

See also  ગુજરાતી વેપારીની મુંબઈની હોટલમાં કરાઈ હત્યા, વેઇટરે જ કર્યો હતો જીવલેણ હુમલો.

બેઠકમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી મુહિમને પણ આવરી લેવાશે: આ બેઠકમાં વ્યાજખોરોનો પણ મુદ્દો આવરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોના ત્રાસની ઘટના અવારનવાર સામે આવતી રહે છે,બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારના માળો પિંખાઈ ગયા છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા પણ મજબૂર થવું પડ્યું છે. ત્યારે રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.

પહેલા ધોરણમાં પ્રવેશ અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય, જાણો મહત્વની બાબતો: પહેલી જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો જ ધોરણ-1માં પ્રવેશ માટે લાયક ગણાશે. આ નિર્ણય કરનાર ગુજરાત સરકારે, કેટલીક રજૂઆતના પગલે ફેરબદલ કરવા મથામણ કરી રહી છે. ત્યારે આજે કેબિનેટમાં મહત્વનો નિર્ણય થઈ શકે છે. RTE એક્ટ 2009 હેઠળ 1 જૂને 6 વર્ષના નિયમનો અમલ કરવામાં આવે તો, અનેક ખાનગી સ્કૂલો, વર્ગખંડો બંધ થવાનો ભય છે. સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ફાજલ પડી શકે છે. જેના પગલે પહેલી જૂનની કટ ઓફ ડેટમાં બે મહિના વધારવા સરકાર પર ચોમેરથી દબાણ વધ્યું છે જેના પગલે બાળકો માટે બાલવાડી ખોલવાનો પણ ગત રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો.

See also  સુરતમાં રાતે ભારે પવનના કારણે 60 ઝાડ પડી ગયા, ફાયર વિભાગ સવાર સુધી દોડતું રહ્યું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેની જોગવાઇઓ અંગે પણ ચર્ચા થશે: અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેશનલ વિદ્યાર્થીઓ કે, જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે.

G20 સમિટ મહત્વના મુદ્દે ચર્ચા થશે: જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાતે લઇ જવાશે. પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહી પરંતુ પ્રેક્ટિકલ અનુભવ પણ કરી શકે.