સરકારી હોસ્પિટલ માંથી બાળકનું થયું અપહરણ, ઘટના થય CCTV માં કેદ

ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને 24 કલાક વિત્યા બાદ પણ બાળક મળ્યું નથી. બાળની શોધખોળ માટે LCB, SOG સહિત 6 ટીમો બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઇ છે. મહત્વનું છે કે. હોસ્પિટલમાં લાગેલા CCTV 2 વર્ષથી બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 1 મહિનાનું બાળક ગુમ થયાને 24 કલાક કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે, પરંતુ બાળક શોધવામાં પોલીસને સફળતા મળી નથી. બાળકને શોધવા LCB, SOG, ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડા, રણધીકપુર સહિતની 6 ટીમો બનાવવામાં આવી છે અને કામે લાગી ગઈ છે.

ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. 1 માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઇ છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે બનાવ બન્યો છે. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું હોવાની વિગતો સામે આવી રહી છે.

બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બાળકનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કુટુંબ નિયોજન કરાવવા આવેલા 34 જેટલા દર્દી, ગઈકાલે હોસ્પિટલમાં નોંધાયેલી ઓપીડી, તેમજ છેલ્લા 1 માસમાં થયેલી ડીલીવરીના કેસમાં મહિલાઓના ઘરે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, હોસ્પિટલમાં લાગેલા CCTV પણ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. જો હોસ્પિટલમાં CCTV શરુ હોત તો કદાચ ગુમ થયેલ બાળકને શોધવામાં પોલીસને થોડી રાહત મળી શકે.