દિલ્હીથી લઈ કર્ણાટક સુધી જતા વાહનો નેત્રંગમાં અટકાવી દેવાનું કોંગ્રેસનું એલાન કરાયું એલાન
નેત્રંગ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના સ્થાને પતિનો વહિવટ, ભાજપના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનું આંદોલન
તાલુકા પંચાયત ને ઘેરાવો અને તાળાબંધી કરવા જતાં 12 આગેવાનોની ધરપકડ
ભાજપના રાજમાં માત્ર 5 ગામોમાં જ લાખોની ગ્રાન્ટની વહેંચણીનો આક્ષેપ
આગામી સમયમાં કોંગ્રેસ અંકલેશ્વર-નેત્રંગ હાઇવેનો વાહન વ્યવહાર અટકાવી દેશે
નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપના પેહલી વખત શાસનમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢી પોકારી રહ્યો હોય સોમવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતને ઘેરાવો તેમજ તાળાબંધીનો કાર્યકમ અપાયો હતો.ઝઘડિયા વિધાન સભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપે પેહલી વખત શાસન મેળવ્યું હતું. સૌના સાથ અને વિકાસ સાથે ભાજપ અહીં વિકાસ કરશે તેમ આદિવાસી પ્રજા માની રહી હતી.
જોકે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મહિલા બેસતા જ તમામ વહીવટ તેમનો પતિ કરતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. વિકાસની ગ્રાંટમાંથી પણ માત્ર 5 ગામને જ ફાળવી કરી ભાજપના જ મળતીયા અને કોન્ટ્રાક્ટરો નાણાં ખાયકી કરી જતા હોવાના આક્ષેપ સાથે સોમવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસે નેત્રંગ તાલુકા પંચાયતને ઘેરાવો કર્યો હતો
જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા અને રવાળી4 યોજનાર કોંગી આગેવાનોને પોલીસે તાળાં બંધી કરવા દિધી ન હતી. આ દેખાવોમાં 12 જેટલા કોંગી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જો આગામી સમયમાં તાલુકા પંચાયત પ્રમુખનું રાજુનામું લઈ તેના કર્તા હર્તા પતિ સામે કાર્યવાહી નહીં કરાઈ તો કોંગ્રેસે અંકલેશ્વર- વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે ને ચક્કાજામ કરવાની ચીમકી આપી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, દરેક તાલુક પંચાયત, નગર પાલિકામાં મહિલા પ્રમુખ છે તેઓની જગ્યાએ તમામ વહીવટ અને ભગદોડ તેમના પતિ જ સંભાળી રહ્યા છે. ભાજપના રાજમાં આદિવાસીઓને થઈ રહેલા અન્યાય સામે આગામી સમયમાં સ્ટેટ હાઇવે બ્લોક કરવામાં દિલ્હીથી લઈ મહારાષ્ટ્ર કર્ણાટક સુધી વાહનો થંભી જશે.