કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ગુજરાતના ખેલાડીઓનું અપમાન કરતું અને ગુજરાતનો અહમ ઘવાયે તેવું ટ્વીટ કર્યું છે ત્યારે હર્ષ સંઘવી બાદ ભાજપના અન્ય મંત્રી એવા જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આ મામલે આકરા પ્રહારો કર્યા હતા. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, 1995 પછી કેશુભાઈની સરકાર આવી અને 20 વર્ષના સમયગાળામાં જે પ્રકારની ઉચ્ચાઈ પર ગુજરાત રાજ્ય પહોંચ્યું તે કોંગ્રેસના નેતાઓ જોઈ શકતા નથી. 20 વર્ષ પહેલાની જે સ્થિતિ ગુજરાતની હોસ્પિટલો, ગામ, શહેર ખેડૂત, આદિવાસી, દલિતની હતી તે સૌ કોઈ જાણે છે. તેમને કુટે છે પેટ અને દુખે છે માથું તેવી વાતો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે એના જેવી વાતો કોંગ્રેસ કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ સાથે શિક્ષણ મંત્રી અને ભાજપના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ભાંગેલી, તૂટેલી કોંગ્રેસ બચવાની નથી. લોકોએ તેમની હાર જોઈ લીધી છે. ખેલાડીઓ માટેના યુવાનો, લઘુમતી માટેના નિવેદનો તેમની માનસિકતા છતી કરીને ફસ્ટ્રેશન બતાવે છે. અમારી પાર્ટીમાં કોઈ આવતું હોય તો એ તેમના વિખવાનો કારણે છે તેમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ટ્વીટ કરતા કહ્યું કે, કોઈ ગુજરાતની ખેલાડી ગોલ્ડ મેડલ લાવ્યા છે કે, બેન્ક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડમેડલિસ્ટ છે. ત્યારે આ મામલે હર્ષ સંઘવી બાદ જીતુ વાઘાણીએ પણ આકરા શબ્દોમાં કોંગ્રેસને ધ્યાનમાં રાખીને આ વાત કહી હતી.