સુરતમાં બાગેશ્વરબાબાનાં દરબારમાં અસહ્ય ગરમી હોવા છતાં ભક્તોની ખુબ જ ભીડ જોવા મળી,બાબાએ કહ્યું કે ……

સુરત(surat):આજ કાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચામાં છે .આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગશે, પરંતુ અઢી કલાક પહેલાં જ આકરા તડકામાં ભાવિકોનું ઊમટવાનું શરૂ થઈ ગયું છે.બાબાનાં દર્શન કરવા માટે મુંબઈથી લોકો આવ્યા છે તેમજ 20 ફૂટની બાગેશ્વરબાબાની રંગોળી પણ બનાવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી.

આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું.

રાજસ્થાનમાં રહેતા અને સુરતમાં નોકરી કરતા વિનોદ નામના યુવાને જણાવ્યું હતું કે હું 10 વાગ્યાનો અહીં આવી ગયો છું, મેં કંઈપણ ખાધું-પીધું નથી. બસ, બાબાને જ મળવા આવ્યો છું. બાબાએ ઘણુંબધુ આપ્યું છે, બસ તેમના આશીર્વાદ જોઈએ છે.

આયોજકો દ્વારા દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.