રાજકોટના કથિત કલ્કી અવતારનો દાવો, ‘ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે”

રાજકોટ(Rajkot):બાગેશ્વરબાબા આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,અમુક લોકો એની સાથે છે ,તો અમુક લોકો એના વિરોધ માં બોલે છે.રાજકોટ શહેરના એક વ્યક્તિ રમેશચંદ્ર ફેકરે પોતાની જાતને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. આ વ્યક્તિ ભૂતકાળમાં સરકારના મહત્વના ખાતામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

તેમણે કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. અત્યારે જે કંઈ કરે છે તે તેમની સિદ્ધિ છે. જોકે, હવે તેની શક્તિ તૂટી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીય એ હનુમાનજીના પરમ ભક્ત છે. હનુમાનજી અને અને શિવજી ખૂબ જ ભોળા છે. પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શકતા હોય છે.

કળિયુગમાં કોઈપણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે. આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા. લોકો અત્યારે દુઃખી છે દુઃખના નિવારણ માટે બાબાઓ પાસે જાય છે. કળિયુગમાં 99 ટકા લોકો ભ્રષ્ટ, કામુક, કચંન અને કીર્તિમાં ભરમાયા છે.

તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાન, રશિયા, ચીન અને અમેરિકા સામે પણ રમેશચંદ્રએ આગાહી કરી છે. તેમણે આ અંગે જણાવ્યુ છે કે, આ દેશો બરબાદ થવાની આગાહી કરી હતી તે બરબાદ થઈ રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. આજના સમયમાં પૈસા બનાવવા માટે તથાકથિત કથાકાર કામ કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે. તે મારીને નર્કમાં હતો અને ભગવાનનો વિરોધ કરીને મર્યો હતો