સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં માલ ખૂટ્યો, હીરા યુનિટોમાં શનિ-રવિમાં પણ રજા,રત્નકલાકારો ખુબ જ ઉદાસ.

સુરત(surat):સુરત તો હીરાને લીધે ખુબ જ પ્રખ્યાત છે,સુરત હીરાની ચમક ને લીધે જ ચમકે છે,પરંતુ સુરતમાં હીરાની ચમક ઓછી થવા લાગી છે,ડાયમંડનો વેપાર ખુબ જ મંદ ચાલી રહ્યો હોવાથી શહેરમાં હીરા કારખાનાઓમાં શનિ-રવિ રજા હજી પણ યથાવત છે.

અમુક ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં પણ હવે માલ ખુટી પડ્યો છે. કોરોના પહેલા જે રોકેટ ગતિએ વિકાસ કરી રહેલો ડાયમંડ ઉદ્યોગ એટલી જ ગતિએ ધીમો થઈ રહ્યો છે. 1 વર્ષથી વધારે સમયથી હીરા ઉદ્યોગ ખુબ જ મંદ ગતિએ ચાલી રહ્યો છે.

ઉનાળું વેકેશન 10 દિવસની જગ્યાએ 20 દિવસથી લઈને એક મહિના સુધીના જાહેર કરવામાં આવ્યા હતાં.સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થતાં હીરાનું વેચાણ  વધારે અમેરિકામાં થાય છે. હાલ અમેરિકામાં મંદીનું વાતાવરણ છે. જેને લઈને તેની અસર સુરતના હીરાઉદ્યોગ પર ખુબ જ માઠી અસર પડી છે.

હીરાના કારખાનામાં પણ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરની ડાયમંડ ટ્રેડિંગ ઓફિસમાં પણ હવે માલ ખુટી પડ્યો છે.અમુક હીરાના કારખાનામાં 1થી 2 કલાક સુધી કામના કલાકોમાં ઘટાડો કરાયો છે.