કોરોનાનું ફરી આગમન થવાથી રાજ્યમાં આરોગ્ય વિભાગ થયુ સજાગ, જાણો અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓ માટે તૈયાર કરાયા હતા એટલા બેડ

વિશ્વના બીજા દેશોમાં કોરોનાના વધતા કેસ બાબતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે 80 પથારીઓ. આગળના દિવસોમાં હોસ્પિટલના સ્ટાફને અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. સાથે જ કોરોના વોર્ડમાં બેડ પણ તૈયાર કરાયા છે.

ઓક્સિજન ટેન્ક ઉપરાંત બાય પેપ અને ઓક્સિજન ધરાવતા બેડ પણ તૈયાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનાની ઓછી અસર ધરાવતા દર્દીઓને ઓક્સિજન ખૂટી પડે તો તેવા દર્દીઓને સારવાર આપવા માટે 600 બેડ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે તેની સાથે સિવિલ હોસ્પિટલના 7450 વેન્ટિલેટરને પણ ચકાસણી કરવા માટે નોડલ ઓફિસરોને સૂચના અપાઇ છે.

ચાઇના. દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચકતા કોરોનાના કેસ ગુજરાતમાં ન વધે તેના માટે આરોગ્ય વિભાગ સતત જોવા મળી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલને કોઈપણ ક્ષણે કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલને કોઈપણ ક્ષણે કોવીડ હોસ્પિટલમાં ગોઠવવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે રાજ્ય સરકારના આદેશ અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોની હોસ્પિટલોમાં કોરોના વોર્ડ સજ્જ કરાયા છે. પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે. એક 57 વર્ષના પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું. જો કે આ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે તો અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનનો એક શંકાસ્પદ કેસ છે. આ દર્દીની સારવાર ચાલી રહી છે. આમ તો તે સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ હાલની સ્થિતિને જોતા આ શંકાસ્પદ કેસની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

See also  અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનમાં વધુ ચાર કલાકનો વધારો, દર 15 મિનિટે મળશે ટ્રેન

સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ હતી. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવા.