સુરત (Surat): બિપરજોય વાવાઝોડાની અસર સુરતમાં પણ વર્તાય હતી . તેના કારણે ઝડપી પવન ફુકાતા ડુમસનો દરિયામાં 12 ફુટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા.. મોડીરાતે અને દિવસ દરમિયાન છૂટાછવાયાં ઝાપટા થયા હતા. આગામી 2 દિવસ 60 કિમીના પવન સાથે વાવાઝોડાની અસર રહેવાની આગાહી હોવાથી શુક્રવારે શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા કલેક્ટરે નિર્ણય લીધો છે..વાવાઝોડા સામે સાવચેતાના ભાગરૂપે ગુરુવારે મોડી રાત્રે કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વચ્ચે ચર્ચા થયા પ્રમાણે શુક્રવારે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. શનિવારે શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું કે નહીં તે કાલે નક્કી કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
આ સાથે જ મહત્તમ 68.5 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતાં 50થી વધુ વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા.આ સાથે જ ડુમસ, સુંવાલીના દરિયામાં પ્રવાહ વધવા સાથે 12 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા હતા. શહેરમાં આગામી બે દિવસ સુધી 40થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવવા સાથે ઝાપટાની આગાહી છે. વાવાઝોડા પૂર્વે તંત્રે જોખમી હોડિંગ્સ, તથા વૃક્ષો ઉતારી લઈ ત્રણેય બીચ અવર-જવર માટે બંધ કરી દીધા હતા.
રેલ્વે વિભાગે 7 ટ્રેન રદ કરી છે તો 3 ટ્રેન ટૂંકા ગાળા માટે રદ્દ કરી છે. કુલ 76 ટ્રેન રદ કરાઇ છે. પશ્ચિમ રેલવેએ પોરબંદર એક્સપ્રેસ, સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી, વેરાવળ-રાજકોટ સ્પેશિયલ એક્સપ્રેસ, પોરબંદર – કાનાલુસ સ્પેશિયલ એક્સપ્રેસ, પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન, ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ રદ કરવાનો નિર્ણય લીધો છે.