સુરતમાં તેજ પવન ફૂંકાતા દુર્ઘટના :દીવાલ તૂટી પડતાં 2 બાળકો ઈજાગ્રસ્ત અને 24 કલાકમાં 10 સ્થળે ઝાડ પડવાના બનાવમાં વાહનોને નુકસાન

સુરત (Surat):  બિપોરજોય વાવાઝોડાને લઈને સુરતમાં ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુર્ઘટના જોવા મળી હતી .ઉધના હેડગેવાર વસાહતમાં મકાનનું બાંધકામ ચાલતુ હતું. ગુરુવારે બપોરે મકાનના ત્રીજા માળની દીવાલનો ભાગ ભારે પવનના કારણે તૂટીને બાજુના મકાન પર પડ્યો હતો, જેમાં 2 બાળકો 6 વર્ષીય વંશ વિનોદ પરસે અને 3 વર્ષીય વેંદાસ વિનોદ પરસે દબાઈ ગયા હતા. રહીશોએ બંનેને બહાર કાઢ્યા હતા. બાળકોને માથાના ભાગે ઈજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 અને 38થી વધુ ઝાડ પડવાના બનાવો  પણ  બન્યા હતા. આ ઉપરાંત રાંદેર અને ડિંડોલી ફાયર સ્ટેસન પાસે ઈલેક્ટ્રીકના થાભલા પડવાના બનાવો પણ બન્યા હતા.જ્યારે રૂસ્તમપુરામાં કબીર મંદિર પાસે એક ઝુપડા પર ઝાડ પડતા  ઝુપડાને નુકશાન થયું હતું.છેલ્લા 24 કલાકમાં શહેરમાં 10 સ્થળો એ મોટા ઝાડ પડવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જો કે વાહનોને નુકસાન થયું છે.

 ઝાડ પડવાના સતત કોલ મળતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી રસ્તા પર તુટી પડેલા ઝાડ કાપીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કતારગામ ઝોનમાં સૌથી વધુ 10 જગ્યાએ ઝાડ પડ્યા હતા, જ્યારે સેન્ટ્રલ માં 3, રાંદેરમાં 5, અઠવા માં 7, ઉધનામાં 5, લીંબાયતમાં 2 અને વરાછામાં 6 ઝાડ પડવાના બનાવ બન્યા હતા.