ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે ખાઓ આટલા ફળો, જલ્દી જ દેખાશે અસર

દરેક મહિલાનું સપનું હોય છે કે એ બધા કરતા સ્માર્ટ દેખાય અને ચહેરા પર મસ્ત ગ્લો આવે. ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે લોકો જાતજાતની બ્યૂટી ટ્રિટમેન્ટ્સ લેતા હોય છે. નેચરલ ગ્લો લાવવા માટે ચહેરાની સાર-સંભાળ ખૂબ જરૂરી છે. આમ જો તમે તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ફૂડ્સનું સેવન કરો. આ ફૂડ્સનું સેવન તમે નિયમિત કરો છો તો તમારે ફેશિયલ કરાવવાની પણ જરૂર રહેતી નથી. આ ફૂડ્સ દરેક લોકોએ રૂટિનમાં ખાવા જોઇએ. તો જાણો આ સુપર ફૂડ્સ વિશે.

ખાટા ફળ
ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે તમે ખાટા ફળો ખાવાની આદત પાડો. ખાટા ફળો તમને ખાવા ગમતા નથી તો એનો જ્યૂસ કાઢીને પણ પી શકો છો. ખાટા ફળોમાં તમે સંતરા, કીવી અને લીંબુનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે.

જાંબુ
જાંબુમાં બહુ સારી માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે, જે ત્વચાને ગ્લોંઇગ બનાવે છે અને સાથે સ્કિન પર ડાધા-ધબ્બા દૂર કરે છે. તમે અઠવાડિયામાં બે વાર જાંબુ ખાઓ છો તો સ્કિન મસ્ત થાય છે.

બીટ
બીટ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. બીટમાં એન્ટી ઓક્સિડન્ટસ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. બીટ ખાવાથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.

લીલા શાકભાજી
તમે ચહેરા પર નેચરલ ગ્લો લાવવા ઇચ્છો છો તો લીલા શાકભાજી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. લીલા શાકભાજીમાંથી તમે અનેક પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. લીલા શાકભાજીમાં અનેક ગુણો રહેલા છે. લીલા શાકભાજી તમે રેગ્યુલર ખાઓ છો તો તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. નેચરલ ગ્લોથી તમારી સ્કિન ખીલી ઉઠે છે.