ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો કેવો રહેશે ઠંડીનો માહોલ

રાજ્યના હવામાનમાં બે દિવસથી ફેરફાર થયો છે અને સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ નલિયા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડયો છે. ગત રોજ અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી હતું જે આજે દિવસ દરમિયાન 29 ડિગ્રી થઈ ગયું છે આજે સાંજે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચો આવે તેવી શકયતા છે.

જોકે, લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીએ પહોંચ્યું છે અને હવે તાપમાનમાં ઘટાડો નોંધાશે. ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૃઆત થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટે છે.જોકે, હિમાલય તરફથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. હજુ શિયાળાની શરૃઆત છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાઠ થિજાવતી ઠંડી પડશે. નલિયામાં ઠંડીનો પારો ૧૨ ડીગ્રી પર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર ૧૩ ડિગ્રી તો ભુજનું તાપમાન ૧૫ ડીગ્રી નોંધાયું છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. રાજકોટમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ દિવસોમાં એટલે કે નાતાલ- ક્રિસ્મસના દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ઠંડી વધતા રવિ પાકોને ફાયદો થશે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં ખેડૂતોએ સાંજના સમયે પીયત આપતા રહેવું જોઇએ. જ્યારે પશુને સવાર અને સાંજના ઘરે- શેડમાં રાખી બપોરના સમયે ચરવા માટે લઇ જવા જોઇએ.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતુ કે, 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

જેના લીધે મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આજથી ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. છેલ્લા કેટલાક દિવસથી તો ગુજરાતનું વાતાવરણ સુકૂં હતુ પરંતુ હવે ઠંડી જામશે.