મૃતક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનોની માંગણી -સહાય નથી જોતી પિતા પુત્રને ફાંસી આપો..

અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગોઝારા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ વ્યક્તિઓના મોત થયાં હતાં. જેમાં પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્રસિંહ પરમાર મુળ ચુડા ગામના વતની છે અને હાલ અમદાવાદ પોલીસમાં હાલ ફરજ બજાવતા હતા.