સુરતમાં પરિવારના આપઘાતમાં દીકરો અને દીકરી બહાર ગયા હોવાથી બચી ગયા,દીકરીને હજુ પણ જાણ કરવામાં આવી નથી.

સુરત(surat):સુરતમાં યોગીચોકમાં સામુહિક આપઘાતને લીધે ચકચાર મચી જવા પામી છે.પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્યોનું મોત નીપજી ચૂક્યું છે. આ અંતિમ પગલામાં પરિવારના બે સંતાનો બચી ગયા છે. જ્યારે હાલ પણ દીકરીને પરિવારના ત્રણ સભ્યોનું મોત થયું હોવાની જાણ કરવામાં આવી નથી.

ભાવનગર જિલ્લાના સિહોરના વતની વિનુભાઈ મોરડીયા પરિવારના 6 સભ્યો સાથે 6 વર્ષ પહેલાં સુરત આવ્યા હતા. હાલ યોગીચોક વિસ્તારમાં આવેલી વિજય નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

વિનુભાઇને ચાર સંતાન બે પુત્ર અને બે પુત્રી છે. મોટી દીકરી ઋષિકા અને દિકરો પારસ છે, જ્યારે નાની દીકરી સેનીતા અને દિકરો ક્રિશ છે. બંને દીકરીઓ ઘરમાં સંચો ચલાવી પરિવારને આર્થિક મદદ કરતી હતી.પારસ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે અને ક્રિશ ધોરણ 12ની પરીક્ષામાં પાસ થઈ આગળના અભ્યાસ માટે તૈયારી કરતો હતો.

થોડા દિવસ પહેલા જ મોટી દીકરી ઋષિકા માસી ના ઘરે ગઈ હતી. જ્યારે દીકરો તેના કોઈ મિત્રના ઘરે ગયો હતો. દરમિયાન વિનુભાઈએ પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી સેનીતા સાથે દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હતો.

દીકરી ઋષિકાને પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા હોવાની હજુ સુધી જાણ કરવામાં આવી નથી. જો કે, તેને ઘરે લઈ આવવામાં આવી છે અને પરિવારજનો હોસ્પિટલમાં દાખલ હોવાનો જણાવ્યું છે.

ત્રણેય લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ જ ઘરે લઈ જવામાં આવશે.