સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના વેડરોડ વિસ્તારમાં પર આવેલી સરદાર હોસ્પિટલ પાસે અંદાજે સવારે 8:00 વાગ્યાના અરસામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. જ્યાં સુરતના શહેરના માથાભારે ઈસ્મ સુર્યા મરાઠી ના મર્ડર ફેઇમના નામચીન શફી શેખ નામના યુવક પર અચાનક ફાયરિંગ થયું હતું. જ્યાં શફી શેખ સવારે ચીકનની દુકાને જવા નીકળ્યો હતો. ત્યારે બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા યુવકો બે રાઉન્ડ જેટલી ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ત્યારે શફી શેખ ને પેટના ભાગે ગોળી વાગી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સુરત ની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુશાર હાલ શફી શેખની ની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે આ ફાયરિંગની ઘટનાને પગલે ચોક બજાર પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અને પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે સ્થાનિક લોકોના નિવેદન લેવા કવાયત હાથ ધરી હતી.
મહત્વનું છે કે હાલ સુરત શહેર માં અનેક ફાયરીંગ ની ઘટના સામે આવી ચુકી છે ત્યારે આવી ગુનાહિત ઘટના સામે આવતા શહેર પોલીસની કામગીરી ઉપર પણ અનેક સાવાલો ઉભા થઇ રહ્યા છે જ્યાં ગૃહ રાજ્ય મંત્રી જયારે સુરત શહેરના છે છતા ગુનેહ ગારોને પોલીસ નો ખોફ રહ્યો ના હોય તેમ અનેક ગુનાહિત પ્રવુતિ ઓ સતત વધી રહી છે તો શું સુરત શહેર મીની બિહાર બની રહ્યું છે ? તેવા અનેક સવાલો સુરત શહેરની જનતા પૂછી રહી છે.