ત્રણ ગુલાંટ મારી વધુ સ્પીડે આવતી કારે, સદ્ભાગ્યે લોકોનો થયો બચાવ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ અલગ અલગ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. બનાસકાંઠા, ભૂજ અને વડોદરાની hit and run ની ઘટનાઓ અંગે પોલીસે વાહનચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ડુમ્મસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ ગતિએ આવી રહેલી આઇ20 કારે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે કારમાં ચાર લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાડીમાં સવાર ચાર લોકોનો બચાવ થયો છે. કાર 150ની સ્પીડે આવતી હોવાનું અનુમાન છે. જ્યારે આટલી સ્પીડમાં આવતી કારે અકસ્મતા સર્જતા કારે 3 ગુલાંટ મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તેવામા જ એક જ દિવસમા ત્રણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા બનાસકાંઠા, ભૂજ અને વડોદરાની ઘટનાઓ સામે આવી છે. Hit and runની આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે. પોલીસે, અલગ અલગ જિલ્લામાં બનેલ આ ત્રણેય અકસ્માતની ઘટનામાં ફરિયાદ નોધીને અજાણ્યા વાહન ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી છે.

અનેક વખત બેફામ કાર ડ્રાઇવિંગને લીધે અકસ્માત સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના ડુમ્મસ રોડ પર એવી જ એક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. પ્રથામિક માહિતી અનુસાર, કાર લગભગ 150ની સ્પીડમાં હતી. અચાનક જ કારચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઇ હતી. કાર ખૂબ જ સ્પીડમાં હોવાને લીધે ત્રણ ગુલાંટ મારી ગઇ હતી. અકસ્માત સર્જનાર કારમાં ચાર લોકો પણ સવાર હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. નોંધનીય છે કે, શહેરના રસ્તાઓ પર બેફામ ગાડી ચલાવતાં લોકો પોતાના માટે તો જોખમ ઊભું કરે જ છે, પરંતુ રાહદારીઓ અને અન્ય વાહનચાલકો માટે પણ મુશ્કેલી ઊભી કરતાં હોય છે.