પીએમ મોદી સહિત ચાર ભાઈઓએ આપ્યો અગ્નિસંસ્કાર, મોદીપરિવાર માતાની વિદાયમાં ભાવુક

માતા હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર આવ્યા છે. માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના તમામ લોકો આ સમાચારથી દુઃખી થયા છે. વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે. હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

હીરાબાને દાખલ કર્યા અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા. તો સાથે પરિવારના સભ્યો પણ ધીમે ધીમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હોસ્પિટલ પહોંચશે એવા સમાચાર આવી ગયા હતા. પીએમ મોદીના માતા હીરાબાની બે દિવસ પહેલા તબિયત લથડી હતી. અને, હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ બાબતે પીએમ મોદીએ ખુદ જ ટ્ટિટ કરીને માહિતી આપી હતી. માતાના નિધનના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન તાત્કાલિક દિલ્હીથી ગાંધીનગર પહોંચી ગયા હતા. અને, માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરમાં છેલ્લા બે દિવસમાં બે મોટી દુર્ઘટનાઓ થઈ છે. પહેલા કર્ણાટકના મૈસૂરમાં તેમના મોટા ભાઈ પ્રહ્લાદ મોદી રોડ અકસ્માતનો શિકાર થયા હતા. તો વળી બુધવારે તેમની માતા હીરાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પ્રહ્લાદ મોદીનો કર્ણાટકના મૈસૂરમાં મંગળવારે એક્સીડન્ટ થઈ ગયો હતો. તેમની સાથે તેમનો દીકરો અને વહુ પણ હતા. ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જો કે, હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલી તાજેતરની જાણકારી અનુસાર , તમામ લોકો ખતરામાંથી બહાર છે અને સારી સ્થિતીમાં છે. ડોક્ટર્સનું કહેવું છે કે, ત્રણેયની સારવાર ચાલી રહી છે અને ગુરુવારે સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આ્વ્યા હતા. જો કે, ડોક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરતી રહેશે.