સુરત (surat):ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે સોનાની હેરાફેરી વધી છે. ત્યારે આ મામલે સુરત પોલીસ સફળતા મળી છે અને કરોડો રૂપિયાનાં ગોલ્ડ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ટુરિસ્ટ વિજા થઈ ત્યાં ફરી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે. જેમા આ ટોળકીના બે સભ્યો દુબઈ ખાતેથી સૌનુ શરીર ઉપર લગાવી દાણચોરી કરી લાવેલ હતા અને તે ટોળકી ફોર વ્હિલ કારમાં ડુમ્મસ એસ.કે.નગર ચોકડી પાસેથી પકડ્યા હતા.
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે, એરપોર્ટથી 4.29 કરોડથી વધુના 7.158 કિલો સાથે ચાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે. તમામ દુબઇથી દાણ ચોરી કરીને સોનું લાવતા હતા. ચારે શખ્સ મોટા વરાછા અને ઉતરાણના રહેવાસી છે. ફેનિલ માવાણી, નીરવ દાવરીયા, ઉમેશ લાલો દાવરીયા, સાવન રાખોલીયા નામના યુવકોની ધરપકડ કરવામા આવી છે. ચારેયની બે દિવસ પહેલા ડુમસ રોડના એસકે નગર ચોકડીથી ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા અરોપીઓ એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન સીક્યુરીટીમાં પકડાઈ ન જાય તે માટે સોનાનો પેસ્ટ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમીકલ મિક્ષ કરી પેસ્ટ બનાવી નાના-નાના પાઉચમાં ભરી તેની સેલોટેપ વીંટાળી શરીરમાં અન્ડર વિયરમાં બનાવેલ ચોર ખિસ્સાઓમાં તેમજ બુટના તળીયામાં મુકી ફ્લાઈટમાં બેસી સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા હતા
ઈમીગ્રેશન સિક્યુરીટીમાંથી યુક્તિ થી પસાર થઈ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં એક્સાઈઝ ડ્યુટી ન ભરી સરકારને આર્થીક નુકસાન પોહચાડવાનો ગુનો આચર્યા હતો.. હાલ સુરત પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તમામ આરોપીઓન કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવણી તજવીજ હાથ ધરી છે ..