સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શન : કિયારાનો બોલ્ડ લુક જોઇને ભડક્યા લોકો, આલિયા ભટ્ટથી લઈને રણવીર સિંહ સુધીના જોવા મળ્યા આ સ્ટાર્સ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ થયા. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયેલા લગ્નથી લઈને મુંબઈમાં રિસેપ્શન સુધીના ન્યૂલી વેડ કપલનો દરેક લુક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં જ આ સેલેબ કપલના રિસેપ્શનના ફોટા અને વીડિયો સામે આવ્યા છે, પરંતુ આ વખતે કિયારાના લુકે ફેન્સને નિરાશ કર્યા છે. અથિયા શેટ્ટી બાદ હવે તે પોતાના આઉટફિટને લઈને ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ સુધી હાલના દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની જ ચર્ચા થઈ રહી છે.sid kiara 1 2

લગ્ન પહેલાથી જ બંને બોલિવૂડના સ્ટાર અને સૌથી વધુ પસંદ કરવામાં આવતા લવ બર્ડ્સ છે.ગઈ કાલે સિદ્ધાર્થ-કિયારાએ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જ્યાં તેઓ પોતાના આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા. લગ્નની ખુશીમાં સિદ્ધાર્થ અને કિયારાએ 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મિત્રો અને સંબંધીઓ માટે પહેલું રિસેપ્શન યોજ્યું હતું. બીજી તરફ 12 ફેબ્રુઆરીએ બંનેએ મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ રિસેપ્શન માટે સિદ્ધાર્થ અને કિયારા ખુબ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા હતા. સિદ્ધાર્થ બ્લેક અને કિયારા વાઈટ એન્ડ બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હતા.sid kiara 2 1

બંને એ કેમેરા સામે આકર્ષક પોઝ પણ આપ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. રિસેપ્શનમાં હાજરી આપવા આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દિશા પટાની, કરણ જોહર અને કરિના કપૂર ખાન પણ પહોંચી હતી. રણવીર સિંહ, અનન્યા પાંડે અને ર્કિતી સેનન પણ મીડિયાના કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. રકુલ પ્રીત સિંહ અને ફિલ્મ પ્રોડયુસર જેક્કી ભગનાની પણ આ રિસેપ્શનમાં સાથે આવ્યા હતા. હવે રકુલ પ્રીત સિંહ અને જેક્કી ભગનાનીના લગ્નની પણ ભારે ચર્ચા થઈ રહી છે.sid kiara 1 1

મીડિયા કર્મીઓ દ્વારા લગ્નનો સવાલ કરવામાં આવતા તેઓ ખુશ થઈ મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા. આજ સમયે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારા લગ્નના રિસેપ્શનના અંદરના કેટલાક ફોટો પણ સામે આવ્યા હતા. અભિષેક બચ્ચન, આદિત્ય, વિક્કી કૌશલ અને અનુપમ ખેર પણ સિદ્ધાર્થ-કિયારા લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા. રિતેશ દેશમુખ, જેનિલિયા, શિલપા શેટ્ટી સહિત અનેક બોલિવૂડ અભિનેત્રી આ રિસેપ્શનમાં હાજર રહી હતી. લગ્નમાં કિયારાનો ખૂબસૂરત લુક, લગ્ન પછી માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને સ્ટાઇલિશ સૂટ જોઈને દરેકને લાગ્યું કે તે પરફેક્ટ દુલ્હન છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ રિસેપ્શનના સમાચાર સામે આવ્યા ત્યારે કિયારાનો લુક જોવા માટે દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા. લોકો સિદ્ધાર્થની નવી વહુને ઇન્ડિયન આઉટફિટમાં જોવા માંગતા હતા, પરંતુ તેનો વેસ્ટર્ન લુક જોઈને તેઓ પરેશાન થઈ ગયા.sid kiara 3 1