લીલા ચણા ખુબ જ ફાયદાકારક છે વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે, જાણો અનેક ફાયદા

વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે: વેટ લોસ માટે લીલા ચણા ઘણા અસરકારક માનવામાં આવે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોવાને લીધે તે ખાધા પછી ઘણા સમય સુધી ભૂખ લગતી નથી. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે. લીલા ચણા ફીલ ગુડ હોર્મોન વધારે છે ઠંડીના દિવસોમાં સેરોટોનિન એટલે કે ફીલ ગુડ હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. તે આપણા મૂડને સીધી અસર કરે છે. જ્યારે તેનું સ્તર નીચે આવે છે, ત્યારે આપણે સુસ્ત અને નિરાશા અનુભવવાનું શરૂ કરીએ છીએ. ઘણા લોકોને શિયાળામાં ચિંતા, બેચેની, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો જેવી ફરિયાદો હોય છે. લીલા ચણામાં ફોલેટ એટલે કે વિટામિન B9 હોય છે. ડૉ. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે શિયાળામાં સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરને કારણે લોકો ડિપ્રેશન જેવું અનુભવે છે. મૂડ સ્વિંગ પણ થાય છે. આવી સ્થિતિમાં લીલા ચણા ખાવાથી ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળે છે. સગર્ભા સ્ત્રીઓ પણ લીલા ચણા ખાઈ શકે છે. જોકે તેની માત્રા વધુ ન હોવી જોઈએ. વિટામિન A અને C થી ભરપૂર

ડાયટીશિયન ડો. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે લીલા ચણા અને ચણાની ભાજીમાં વિટામિન A અને C વધારે હોય છે. વિટામિન-સી ઇમ્યૂન સિસ્ટમ માટે જરૂરી છે. જેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રેડ બ્લડ સેલ્સને અસરદાર બનાવવાનું કામ કરે છે. તેનાથી આપણાં શરીરની ઇમ્યુનિટી વધે છે. તેમાં વિટામિન A ની માત્રા પણ મળી આવે છે. એન્ટી ઓક્સીડેન્ટ્સ ગુણ હોવાના કારણે સ્કિન પણ ચમકદાર બને છે. વિટામિન એ આંખની બીમારીઓની સમસ્યાને ઘટાડે છે.

લીલા ચણા ફાયદાકારક છે
મોટા ભાગના લોકોને લીલા ચણા ખૂબ પસંદ હોય છે અને પસંદ પણ કેમ ન હોય. તે ટેસ્ટમાં લાજવાબ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. લીલા ચણા ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે.