ગુજરાતમાં GSTનો સપાટો બોગસ પેઢીઓ દ્વારા રૂપિયા 4 હજાર કરોડનું કૌભાંડ, આ બે શહેરોમાંથી નીકળી સૌથી વધુ બોગસ પેઢીઓ

GST મામલે ક્યાંક ને ક્યાંક હજી પણ બોગસ બિલિંગ અને બોગસ પેઢીઓ સામે સરકાર તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે 4 હજાર કરોડથી પણ વધારેના GST કૌભાંડનો પર્દાફાસ થઈ રહ્યો છે. જેમાં સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાંથી 100થી વધુ બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાં સુરતમાંથી 61 અને અમદાવાદમાંથી 13થી વધુ બોગસ પેઢીઓ મળી છે. રાજ્યમાં 100 કરતાં પણ વધારે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળતાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. તો અમદાવાદમાં પણ 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.

આ વખતે કૌભાંડીઓએ નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવીને કરોડો રૂપિયાની કરચોરી આચરી છે. આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઈલ નંબર બદલીને તેમના નામે જ બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ બોગસ બીલિંગ કૌભાંડના ખેલમાં લોન લેવા ઈચ્છતા સામાન્ય લોકોને જ મુખ્યત્વે હાથો બનાવવામાં આવતા હતા. શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળા જેવા લોન ઈચ્છતા લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજ મેળવી તેના આધારે જ બોગસ કંપનીઓ ઉભી કરી દેતા હતા. આ બોગસ કંપનીઓ થકી બિલ બનાવી કરોડોની કરચોરી કરવામાં આવતી હતી. કૌભાંડીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપનો ઉપયોગ કરતા. આટલુ જ નહીં મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજ મેળવવા માટે ફેસબુક પર ડમી નામથી લોન સુવિધા કેન્દ્ર શરૂ કર્યું હતું.

આ કૌભાંડ આચરવા ડુપ્લીકેટ સીમકાર્ડ પણ કઢાવ્યા હોવાની આશંકા છે. તો પાન કાર્ડના આધારે KYC મેળવીને કેટલીક જાણીતી બેંકોમાં ખાતા પણ ખોલી દીધા હતા. ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરાઇ છે. વિગતો મુજબ આ અભિયાન અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગરમાં અંદાજિત 100થી વધુ પેઢીઓમાં તપાસ કરાઇ હતી. જોકે આ પેઢીઓમાં તપાસ દરમિયાન અધધધ…. 4,000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શન હાથ લાગ્યા છે. જોકે અનેક જગ્યાએ તપાસ દરમ્યાન પણ કેટલાક કૌભાંડીઓ નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કૌભાંડ આચરતાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ વખતે કૌભાંડીઓએ સીધા આધાર કાર્ડ સેન્ટર પરથી જ મોબાઇલ નંબર બદલી નાંખ્યા હતા.

જેથી જે તે માહિતી આવે તે કૌભાંડીના નંબર પર જ આવે. સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલાં વ્યક્તિના મોબાઇલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવાતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ડમી નામે બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હતા. રાજ્યમાં કુલ 112 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળી હતી. જેમાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. અમદાવાદમાં 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ કૌભાંડ આચરવા ડુપ્લીકેટ સીમકાર્ડ પણ કઢાવ્યા હોવાની આશંકા છે. તો પાન કાર્ડના આધારે KYC મેળવીને કેટલીક જાણીતી બેંકોમાં ખાતા પણ ખોલી દીધા હતા. જેમાં શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળા જેવા લોન ઈચ્છતા લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજ મેળવી તેના આધારે જ બોગસ કંપનીઓ ઉભી કરી દેતા હતા. આ બોગસ કંપનીઓ થકી બિલ બનાવી કરોડોની કરચોરી કરવામાં આવતી હતી. વિગતો મુજબ સુરતમા સંડોવાયેલાં વ્યક્તિના મોબાઇલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવાતા હતા. આ સિવાય ડમી નામે બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાને લેવાતા અને તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થતો. આ માટે તે લોકોના સ્ટેટમેન્ટ પણ લેવાતા હતા.