‘Assure Cab’ સાથે લો સુખદ, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ અનુભવ, જાણો આકર્ષક ઓફર અને સેવાઓ વિશે….

હાલના સમયમાં ઓનલાઇન કેબ બુક કરીને મુસાફરી કરવાનું ચલણ વધ્યું છે. પરંતુ, ઓનલાઇન કેબ બુકિંગના કારણે લોકોને ક્યારેક ભારે સમસ્યા વેઠવી પડતી હોય છે. બુક કરેલી કેબ સમયસર ન આવે, ભાડું વધુ હોય, મુસાફરી દરમિયાન કાર ખરાબ થઈ જાય જેવી વિવિધ સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સૌથી મોટી વાત સુરક્ષાની છે. આ બધા પ્રશ્નોના ઉકેલ માટે ભારતમાં એક અગ્રણી ટ્રાવેલ પોર્ટલ Assure Cab છે, જે તેના ગ્રાહકોને એક સરળ, સુખદ અને સુરક્ષિત ટ્રાવેલ અનુભવ પ્રદાન કરે છે.

 

Assure Cab એ તેના ગ્રાહકોને મુસાફરીનો વિશ્વાસપાત્ર, સર્વશ્રેષ્ઠ, સલામત અને મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. Assure Cab પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. કંપની ભારતના મોટાભાગના શહેર અને સ્થળ પર કાર રેન્ટલની સુવિધા પૂરી પાડે છે. કંપની ગ્રાહકોને શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ ઓફર કરે છે. ઇન્ટરસિટી અને ઇન્ટરટાઉન ડીલ પણ ગ્રાહકોના બજેટમાં ફિટ બેસે એવી રીતે આપવામાં આવે છે. ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સારી રીતે મેળ ખાય તે માટે Assure Cab દ્વારા સ્થળ પ્રમાણે આકર્ષક ડીલ ઓફર કરવામાં આવે છે. સસ્તી અને સારી કેબ ડીલ કરવા ઇચ્છતા ગ્રાહકોને Assure Cabની ડીલ કેબના ધોરણો સાથે સમાધાન કર્યા વિના મદદરૂપ થાય છે.

(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)

 

 

Assure Cab પરથી ગ્રાહક તમામ પ્રકારની જરૂરિયાતો જેમ કે એરપોર્ટ ટેક્સી, ઓનલાઈન ટેક્સી અને બીજી ઘણી બધી જરૂરિયાતો માટે ટેક્સી બુકિંગ સેવા મેળવી શકે છે. જણાવી દઈએ કે, Assure Cab પર ઓનલાઈન બુકિંગ એકદમ સરળ છે. ઉપરાંત, ફોન પર કોલિંગ દ્વારા પણ કેબ બુક કરવાની સુવિધા છે. કંપની ગ્રાહકોના બજેટને ધ્યાને રાખી કેબ ડીલ ઓફર કરે છે. ગ્રાહકોની જરૂરિયાતો, ખર્ચ અને બજેટને ધ્યાને રાખી કંપની દ્વારા વિવિધ ડીલ ઓફર કરવામાં આવે છે. કંપની સૌથી ઓછી કિંમતે ગ્રાહકની રુચિ પ્રમાણે શ્રેષ્ઠ કેબ સર્વિસ પ્રદાન કરે છે, જે કંપનીને ઓનલાઈન કાર રેન્ટલમાં શ્રેષ્ઠ બનાવે છે. Assure Cab ભારતભરમાં પોતાના ગ્રાહકોને વિશ્વાસપાત્ર, સર્વશ્રેષ્ઠ, સલામત અને મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરવા માટે ખૂબ જ ટૂંક સમયમાં બાકી રહેલા અન્ય કેટલાક શહેરોમાં પણ સર્વિસ શરૂ કરશે. Assure Cab તેના ગ્રાહકોને એક સુરક્ષિત અને સારો ટ્રાવેલ અનુભવ પ્રદાન કરે છે અને ગ્રાહકોની માહિતીની ગોપનીયતા જાળવી રાખવી કંપની માટે સર્વોપરી છે.

 

આ રીતે થઈ કંપનીની શરૂઆત…

 

વર્ષ 2015માં જ્યારે Assure Cabના ડાયરેક્ટર હિરેન સોઢા સ્થાનિક વેન્ડરથી કાર બુક કરીને પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક કાર ખરાબ થઈ ગઈ હતી અને સ્થાનિક વેન્ડરે તેમને અન્ય કોઈ વૈકલ્પિક કારની વ્યવસ્થા પણ કરીને આપી નહોતી. આથી તેમને લગભગ 6 કલાક સુધી રાહ જોવી પડી હતી અને પરિવાર સાથેનો તેમનો ટ્રાવેલ પ્લાન પણ ખોરવાઈ ગયો હતો. આ અનુભવથી હિરેન સોઢાને AssurecAB.COMનો અદ્ભૂત વિચાર આવ્યો. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા એક નાના ગામમાં જન્મેલા હિરેન સોઢાએ તેમના જેવો અનુભવ અન્ય વ્યક્તિને ન થાય તે માટે વિશ્વાસપાત્ર, બજેટેડ અને સુરક્ષિત ઇન્ટરસિટી એરપોર્ટ ટ્રાવેલ માટે ASSURECAB.COMની શરૂઆત કરી. હાલ કંપની સાથે 29 હજારથી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર છે.

 

જાણો કંપની સર્વિસ વિશે…

 

Assure Cabએ અમદાવાદ બેસ્ડ કંપની છે અને તેના ગ્રાહકોને એક તરફી મુસાફરી પર 45 ટકા જેટલા ખર્ચની બચત પૂરી પાડે છે. શહેર, જિલ્લા અને નાના ગામડાઓ સુધી કંપનીની પહોંચ છે. કંપની વન વે, આઉટસ્ટેશન, એરપોર્ટ ટ્રાવેલ જેવી સુવિધા આપે છે. Assure Cab દ્વારા ગ્રાહકોને જીપીએસ સક્ષમ વાહન, ડોર ટુ ડોર સર્વિસ, 24*7 ગ્રાહક સ્પોર્ટની સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. હાલ કંપની 900 જેટલા શહેરોમાં પોતાની સર્વિસ આપે છે. 5 હજારથી વધુ તાલુકા અને ગામડાઓ સાથે કંપનીનું જોડાણ છે. 12 હજારથી વધુ વન-વે રૂટ પર કંપની સેવા આપી રહી છે. અત્યાર સુધી 4.9 લાખ ગ્રાહકોએ કંપની પાસેથી સુરક્ષિત અને સુખદ સેવા લીધી છે અને તેઓ સંતુષ્ટ છે. ગૂગલ પર કંપનીને ગ્રાહકોએ 4.5નું રેટિંગ આપ્યું છે. કંપની પાસે 8 વર્ષનો અનુભવ છે. ગુજરાત બાદ કંપની હવે પેન ઇન્ડિયામાં તેની સર્વિસનું વિસ્તરણ કરી રહી છે.