અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને મોરબીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.તેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે, જેમાં અમરેલી, ધારી, ખાંભા સહિતના પંથકમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે.જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે પ્રી-મોન્સૂન વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અમદાવાદમાં સાઈક્લોનની અસરથી રવિવારે કચ્છના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 42 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. રાજ્યનાં અન્ય શહેરોનાં તાપમાનમાં ઘટાડો થયો હતો.
13 જૂનથી અમદાવાદ સહિત ગાંધીનગર, આણંદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારનાં શહેરોમાં 30થી 50 કિલોમીટરના પવનો ફુંકાવાની સાથે હળવો વરસાદ પડી શકે છે.