સુરતમાં સચિનમાં બંધ રસોડુ ખોલતા યુવકનો ગળેફાસો ખાધેલો મૃતદેહ મળ્યો,પરિવારમાં શોકનો માહોલ.

સુરત(surat):સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સા વધતા જાય છે.સુરતમાં હજુ એક કિસ્સો આપઘાતનો સામે આવ્યો છે.સુરતમાં 22 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. ઘરના રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

મૂળ ઉત્તરપ્રદેશ અને સચિનમાં 22 વર્ષીય રવીન્દ્ર વિજયરામ જયસ્વાલ ત્રણ ભાઈ સાથે રહેતો હતો. 1 મહિના પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો. સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.

છેલ્લા એક મહિનાથી તે કામ પર જતો અને ઘરે આવી જતો હતો. કોઈ સાથે કોઈ વાતે જગડો પણ ન હતો. ભોજન કર્યા બાદ બે ભાઈ કામ પર ગયા હતા. પાવર કટ થતાં રવીન્દ્ર રસોડામાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

ત્યારબાદ પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોટો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી ખોલવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ દરવાજો ખુલતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

રવીન્દ્રને પરિવારજનો નીચે ઉતરી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ સમાચાર થી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.