દક્ષિણ ગુજરાતમાં જોરદાર પવન સાથે વરસાદનું આગમન, સુરત સહિત આસપાસના જિલ્લામાં મોટું નુકસાન

આ વર્ષમાં બારેય મહિના વરસાદ ના ઝાપટાં ચાલુ રહ્યા છે ત્યારે  મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે તારાજી સર્જી હતી. ત્યારે અનેક જિલ્લામાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે.

દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, વ્યારા, વાલોડ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો.

મિનિ વાવાઝોડાને કારણે રાજપીપળામાં દુકાનો અને ઘરોના પતરાં ઉડ્યા હતા. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.સુરત જિલ્લામાં પણ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે બારડોલી શહેરના ભરવાડ વસાહત પાસે રોડ પર કાદવ-કીચડ થતા વાહનો સ્લિપ થયા હતા

આ તરફ ઓલપાડ, ઉમરપાડા, બારડોલી, કામરેજ, માંગરોળમાં જેવા વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. જેમાંથી ઉમરપાડામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો.જિલ્લાના ઉમરપાડામાં પણ તોફાની વરસાદ વરસ્યો હતો. તાલુકાના માંડણ ગામે કાચા ઘરોને નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે, તોફાની વરસાદથી 15 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જો કે, કોઈ જાનહાનિ થઈ હોવાનો અહેવાલ નથી.