ચીનમાં કોરોનાનો ભયાનક પ્રકોપ: રોજના 10 લાખ કેસ, 24 કલાકમાં આવનારો મોતનો આંકડો મચાવી દેશે હાહાકાર

2019માં ચીનમાં ઉદ્ભવેલા વાયરસે હવે ચીનમાં જ હાહાકાર મચાવ્યો છે. ચીન હવે રોગચાળાને કાબુમાં કરવા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. નવા વેરિઅન્ટ બીએફ 7 એ ચીનની સ્પીડ પર બ્રેક લગાવી છે. હવે, નવા અહેવાલે ચીનના અધિકારીઓને ડરાવી દીધા છે. જો આ નવા રિપોર્ટ પર આધાર રાખીયે તો, ચીનમાં દરરોજ લગભગ 10 લાખ કોરોના કેસ સામે આવી રહ્યા છે. ઊપરાંત 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે. જ્યારે ઝીરો કોવિડ પોલિસી દૂર કરવામાં આવી છે. ત્યારથી ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ વધુ આક્રમક બની ગયું છે. જેનથી આગામી એક મહિનામાં નવા કેસની સંખ્યા 3.7 લાખ સુધી પહોંચી શકે છે. માર્ચમાં આ આંકડા 4.2 મિલિયન સુધી પહોંચી શકે છે.

ચીને કોવિડ ચેપની કોઈ સંખ્યા બહાર પાડી નથી, પરંતુ બેઇજિંગમાં ચેપ દર 50 ટકાથી વધી શકે છે, સૌથી વધુ અસરકારક વિસ્તારોમાં પણ 70 ટકા જેટલો વધારે છે. ગુરુવારે મીડિયામાં આ જાણકારી આપવામાં આવી છે. ચીને નવેમ્બરમાં તેની ઝીરો-કોવિડ નીતિનો અંત લાવ્યો હતો અને ત્યારથી, દેશમાં ધ્યાન કરતા વધુ ઝડપથી વધારો થતો જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં પ્રતિબંધો વધુ હળવા થયા હોવાથી, દુકાનો અને જાહેર સ્થળોએ ભીડ વધારે પડતી હતી. અહેવાલો અનુસાર, ક્લસ્ટર ચેપ પ્રાથમિક અને મધ્યમ શાળાઓ, વૃદ્ધ સંભાળ કેન્દ્રો અને અન્યત્ર ફેલાયો છે. કેટલીક કંપનીઓ અનુસાર, દર બેમાંથી એક કર્મચારી સંક્રમિત થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ કહ્યું છે કે ચીનમાં કોવિડ રોગચાળાના ઉદય વચ્ચે, દેશભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, સ્થિતિ નાજુક છે. ઓમિક્રોન વેરિઅન્ટથી ઓછા લોકો મૃત્યુ પામે છે. પરંતુ, દેશની મોટી વયોવૃદ્ધ વસ્તીને કારણે આ પ્રકાર ચીનને મોટો ઝટકો આપી શકે છે. કોરોના વાયરસના તાજેતરના પ્રકોપે ચીનની રાજધાનીની તબીબી સંસ્થાઓને હાવી કરી દીધી છે. હોસ્પિટલો ભરાઈ ગઈ છે. 104 ડિગ્રીના તાવવાળા વૃદ્ધ દર્દીઓ પાસે હોસ્પિટલની બહાર રાહ જોવાનો ઉપરાંત ઘરે જવાનો વિકલ્પ છે. ઘણા લોકો ઘરે જય રહ્યા છે. ચીની આરોગ્ય અધિકારીઓએ સોમવારે ફક્ત બે વધારાના મૃત્યુની જાહેરાત કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, ચીનમાં કોઈ પણ એવું માનતું નથી કે મૃત્યુઆંક આટલો ઓછો છે. કારણ કે, ઘણા લોકોએ વૃદ્ધ પરિવારના સભ્યો અથવા પડોશીઓના મૃત્યુના સાક્ષી છે.

અઢી કરોડ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં નવા કેસોનો રાફડો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને દવાઓ તળીયાઝાટક છે. કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા વેપાર ઉદ્યોગને તાળા મારવાની હાલત સર્જાઇ છે. મોટા ભાગની સ્કુલો બંધ થઇ ગઇ છે અને જાહેર પરિવહનમાં ભાગ્યે જ કોઇ માણસો જોવા મળી રહ્યા છે. ચીનમાં કોરોનામાં વપરાતી અને શરદી, તાવમાં ઉપયોગમાં લેવાતી પેરાસીટામોલની અછત સર્જાઇ છે. લોકોએ મોટા પ્રમાણમાં દવાનો સ્ટોક શરૂ કરી દેતા મેડીકલ સ્ટોરમાં અછતની સ્થિતિ ઉભી થઇ છે.