મુકેશ અંબાણી દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની ખરીદી દેવામાંથી મુક્ત કરી રહ્યા છે, જાણો કેટલા કરોડમાં થઈ ડીલ

રિલાયન્સ જિયોની પેટાકંપની રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ એ અનિલ અંબાણીની દેવાની કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલમાં આશરે રૂ.3,725 કરોડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુરુવારે આ માહિતી આપી હતી.

વિશ્વના મોટા બિઝનેસ હાઉસમાં બે દસકા બાદ બે ભાઈઓની સૌથી મોટી દુશ્મનાવટનું ફાઈનલ પિક્ચર અનિલ અંબાણી 4 જૂને 61માં વર્ષમાં પ્રવેશ્યા ત્યારે મુકેશ અંબાણીએ દેવા મુક્તી માટે 22 અબજ ડોલર ભેગા કર્યા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે, NCLT રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધિગ્રહણ માટે રિલાયન્સ જિઓને સોમવારે મંજૂરી આપી દીધી છે. NCLTએ જિઓને આરકોમના ટાવર અને ફાઇબર સંપત્તિઓના અધિગ્રહણને પૂરી કરવા માટે ભારતીય સ્ટેટ બેન્કના એસ્ક્રો ખાતામાં 3720 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે અનિલ અંબાણી જૂથ દ્વારા સ્થાપિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ને હસ્તગત કરવા માટે રૂ. 8,640 કરોડની બિડ કરી છે. ટોરેન્ટ ગ્રૂપની પ્રમોટર સંસ્થાઓએ રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે આ ઓફર કરી છે. હિન્દુજા ગ્રુપે પણ આ કંપનીને ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો અને 8150 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ટોરેન્ટ ગ્રુપે તેની ઊંચી બોલી દ્વારા આ ઓફરને પરાસ્ત કરી હતી.  અનિલની સમસ્યાઓની શરૂઆત ફિલ્મ જગતથી થઈ હતી
કેટલીક વાર અનિલ અંબાણી ફિલ્મના સ્ક્રીન માટે મુંબઇના તમામ ચુનંદા લોકોને તેમના ઘરે બોલાવતા હતા. જ્યારે મુકેશ તમામ બાબતોથી દૂર હતા. આ સિલસિલો દસ વર્ષ સુધી ચાલુ રહ્યો. પરંતુ પછીથી અનિલે ધંધામાં મુશ્કેલીઓ શરુ થઇ. પાવર પ્રોજેક્ટ્સ નિષ્ફળ થવા લાગ્યા. તેઓએ ફરીથી રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નેટવર્ક સ્થાપિત કરવું પડ્યું. તે જ સમયે, મુકેશ અંબાણીની કંપની, જે તે સમયે 40 અબજ ડોલર કમાતી હતી, તેમણે આમાં એક તક જોઈ. આ તે સમય હતો જ્યારે મુકેશની નજર ટેલિકમ્યુનિકેશન્સ બિઝનેસ પર પડી.

રિલાયન્સના બોર્ડ દ્વારા દરખાસ્ત પસાર કરાઈ ત્યારે ધીરુભાઇના મૃત્યુના બે વર્ષ બાદ બંને ભાઇઓ વચ્ચેની તકરાર જાહેર થઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે અનિલ અંબાણી હવે ચેરમેનના અધિકાર હેઠળ તમામ કામ કરશે. અનિલ સાથે સંકળાયેલા વ્યવસાયિક મિત્રોના જણાવ્યા મુજબ અનિલને આ વાત ખટકી ગઈ અને અપમાન માન્યું. આનાથી અંબાણી પરિવારમાં એક પ્રકારે ગૃહયુદ્ધ શરુ થઇ ગયું.