સુરતમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થિની શહેરમાં ટોપર,જાણો કેટલા માર્ક્સ મેળવ્યા.

સુરત(surat):ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરત શહેરમાં પિતાની છત્રછાયો ગુમાવનાર દીકરીએ સૌથી ઊંચું પરિણામ મેળવ્યું.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં અભ્યાસ કરતી મૂળ મહારાષ્ટ્રની નીતિશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે.96.86% સાથે પાસ થઇ હતી.બે વર્ષ અગાઉ જ નીતિશાએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ હિંમત હાર્યા વગર તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી. પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી.

ઘણા વર્ષથી વર્ષાબેન આશા વર્કર તરીકેનું કામ કરે છે. દર મહિને ખૂબ જ ઓછી આવક હોવા છતાં પણ પોતાની દીકરીને ભણાવવામાં તેમણે કોઈ કસર રાખી નથી.

સ્કુલના ડિરેક્ટર મહેશ સવાણીએ જણાવ્યું કે, અમારી શાળાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. વિદ્યાર્થીઓએ ખૂબ સારી સફળતા મેળવી છે.જે વિદ્યાર્થિનીએ ટોપર કર્યું છે. તેણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તેથી અમે નક્કી કર્યું છે કે આ વિદ્યાર્થીની જે પણ ઉચ્ચ અભ્યાસ કરવા જતી હશે, તેનો તમામ ખર્ચ અમારા ગ્રુપ દ્વારા આપવામાં આવશે.