પ્રેમ હોય તો આવો,લગ્ન ને 6 મહિના થતાં જ પતિનું એટેકથી મૃત્યુ થતા પત્નીએ તરત જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું.

અવાર નવાર પ્રેમલગ્ન નાં બનાવ બનતા હોય છે,પરંતુ બધા પ્રેમીઓ સરખા નથી હોતા,ઘણા થોડા ટાઇમ સાથ નિભાવે છે,તો અમુક જીવન મરણ સુધી સાથ નિભાવતા હોય છે,એવો જ એક કિસ્સો લીલીયા માં સામે આવ્યો છે.લીલીયામા કડીયા કુંભાર જ્ઞાતિના ધવલ વિનુભાઇ રાઠોડ (ઉ.વ.25) નામના યુવકનુ ગઇ સાંજે હાર્ટએટેકથી મોત થયુ હતુ. આ યુવાન બપોરે વાડીએ ગયો હતો અને સાંજે ઘરે પરત આવતા છાતીમા મુંઝારો થવા લાગ્યો હતો. તેને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલે લઇ જવાયો હતો. પરંતુ તે પહેલા તેનુ મોત થયુ હતુ.

મૃતક યુવાને છ માસ પહેલા જ તેના જ વિસ્તારમા આગલી શેરીમા રહેતી પ્રિન્સી (ઉ.વ.22) નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રાત્રે પરિજનોએ યુવકનુ મોત થયુ હોવાનુ ઘરના મહિલા સભ્યોને જણાવ્યું ન હતુ અને સારવારમા હોવાનુ કહ્યું હતુ.

સવારે 7 વાગ્યે ધવલનુ મોત થયુ હોવાનુ બધાને જાણ કરાતા જ તેની પત્નીએ પોતાના રૂમમા જઇ અંદરથી દરવાજો બંધ કરી પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિણામે તેનુ પણ ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

એકસાથે જ અંતિમયાત્રા નીકળી હતી. નાના એવા ગામમા અચાનક યુવા દંપતિના કમોતથી શોકની લાગણી જોવા મળી હતી.મૃતક ધવલ પિતાના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એટલુ જ નહી ચાર બહેનો વચ્ચે એકમાત્ર ભાઇ હતો,તો પરિવાર માં ખુબ જ શોકનું વાતાવરણ છવાય ગયું હતું.