હેલ્મેટ ન પહેરતા હોવ તો આજથી પહેરવાનું શરૂ કરી દો, ગુજરાત હાઇકોર્ટે સરકારને કરી ટકોર

ટ્રાફિક નિયમના અમલીકરણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હેલ્મેટ મુદ્દે તથા ટ્રાફિક નિયમો પર હાઈકોર્ટે આકરા તેવર બતાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ આ મામલે ગંભીર બન્યું છે. ટ્રાફિક નિયમો મુદ્દે હાઇકોર્ટની સરકારને ટકોર કરી કે, હજી લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે. હેલ્મેટને લઈ બેદરકારી ન રાખો. હેલ્મેટના નિયમનું ફરજીયાત પાલન કરાવો.

આમ, હેલ્મેટની બેદરકારી પર ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રાફિક નિયમનું કડકાઈથી પાલન કરાવવા અંગે પણ હાઈકોર્ટે અવલોકન કર્યુ હતું. હાઈકોર્ટે કહ્યું કે, ટુ વ્હીલરમાં પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.

ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે કરી ટકોર
એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. કેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.

આમ, ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન થતુ નથી તે મુદ્દે હાઈકોર્ટે સરકાર પર આકરા તેવર બતાવ્યા છે. એક તરફ ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવામા લોકોની નિષ્કાળજી અનેક લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી છે.