અમદાવાદ(Amedavad):અવાર નવાર આપઘાતના કિસ્સા રાજ્ય માં આવતા હોય છે,વધુ એક અમદાવાદમાં આપઘાતનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે,યુવતી ગર્ભવતી હોવા છતાં તેના સાસુ અને પતિ ખુબ જ હેરાન પરેશાન કરતા હોવાથી યુવતીએ આવું પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો છે.યુવતીએ છઠા માળેથી કુદીને જીવ આપી દીધો હતો.
લીલાબેન મારવડીની દીકરીએ નવ મહિના અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ ધવલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ લીલાબેનની દીકરી તેમને ધવલના ફોન પરથી ફોન કરીને મળી હતી.
ધવલ રિક્ષા ચલાવતો હતો.લીલાબેનની દીકરી મળતી ત્યારે પતિ અને સાસુ હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ કરી હતી. જોકે ઘર સંસાર બગડે નહીં તે માટે યુવતી બધું સહન કરતી હતી.
વહેલી સવારે લીલાબેનની ગર્ભવતી દીકરીએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.લીલાબેનની જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમની દીકરી અને બાળક મૃત હાલતમાં હતા.
આત્મહત્યા કરવા બદલ સાસુ અને પતિ જવાબદાર હોવાથી લીલાબેને બંને વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.