ગાંધીનગર (Gandhinagr):આજે ઘોર કળયુગ ની અસર જોવા મળી રહી છે એવા એવા બનાવો સામે આવી રહ્યા છે કે સાંભળીને આપણા રુવાડા ઉભા થઇ જાય .ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.ગાંધીનગર ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારના એક ગામમાં રહેતો 38 વર્ષીય યુવાન છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રથમ પત્નીથી કોઈ સંતાન થયેલ ન હોવાથી તેણે છૂટાછેડા લઈ લીધા હતા.
બાદમાં તેનો પરિચય ત્રણ સંતાનોની માતા સાથે થયો હતો. જેનાં પણ છૂટાછેડા થયા હતા. અને બે સંતાનો તેના પતિએ રાખી લીધાં હતાં. જે આઠ વર્ષની દીકરી સાથે એકલવાયું જીવન જીવતી હોવાથી બંનેએ લગ્ન કરી લીધાં હતાં.આ લગ્નજીવનથી છ વર્ષનો દીકરો પણ છે.
આજથી આશરે ચારેક દિવસ પહેલાં દંપતી બંને બાળકો સાથે ઘરે સૂઇ રહ્યું હતું. તે દરમિયાન રાત્રીના આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં આઠ વર્ષની દીકરી એકદમ ઊંઘમાં બોલવા લાગેલ કે ‘મને છોડો છોડો મારા પપ્પા મને બોલશે’. મારે ઘરે જવું છે. તેવું બોલવા લાગેલ અને રડવા લાગી બેભાન થઈ ગઈ હતી.
એ વખતે દંપતીને એમ હતું કે, ખરાબ સપનું આવ્યું હોવાથી દીકરી બૂમો પાડતી હશે. જેના બીજા દિવસે પણ દીકરી ઊંઘમાં બોલવા લાગેલ કે લંબુબાપા મને છોડો મારા પપ્પા મને બોલશે તેમ કહેવા લાગેલ. જેથી દંપતીએ વિગતવાર પૂછતાછ કરતાં દીકરીએ રડતાં રડતાં કહ્યું હતું કે છ વર્ષના નાના ભાઈ સાથે ઘરે એકલી હોય એ વખતે આપણા મકાનની પાછળ રહેતાં લંબુબાપા પૈસા આપી દૂધ લેવા મોકલતા હતા. જ્યારે તે દૂધ લઈને જતી એટલે લંબુબાપા ઘરમાં બેસાડી શારીરિક અડપલાં કરી પેન્ટ ખોલી મારી સાથે ખરાબ કામ કરતા હતા.
આમ શ્રમજીવી દંપતી કામ અર્થે જાય ત્યારે પાડોશમાં રહેતો 48 વર્ષીય આધેડ એકલતાનો લાભ લઈ બાળકી સાથે બળજબરી કરી છેલ્લા એકાદ મહિનાથી દુષ્કર્મ કરતો રહ્યો હતો.આમ દીકરીની આપવીતી સાંભળીને દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.જેનાં પગલે ચીલોડા પોલીસે બળાત્કારી લંબુબાપા ઉર્ફે વિજય ઉર્ફે ભીખો કાળુભાઇ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.