અમદાવાદ(Amadavad):અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે,જેનો આપણે વિશ્વાસ પણ કરી શકતા નથી,બોરસદ તાલુકાના અલારસા ગામની સીમમાં ગત 1 ઓગસ્ટના રોજ હીરેન પટેલ નામના પરિણીત યુવકની લાશ મળી આવી હતી. જે બાબતે મૃતકના મોટાભાઇ મહેશ પટેલએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહેશ પટેલે પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે,મારાં માતા-પિતા બે મહિનાથી કેનેડા ફરવા ગયાં છે. માતા-પિતા ઉપરાંત અમારા પરિવારમાં બે ભાઈઓ અને બે બહેન છે. તમામનાં લગ્ન થઈ ગયાં છે. બંને બહેનો તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. જ્યારે હું અને મારો નાનો ભાઈ હીરેન પટેલ બોરસદ ખાતે સંયુક્ત કુટુંબમાં સાથે રહીએ.
હીરેન પટેલે પૂનમ પટેલસાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેમને કોઈ સંતાન નથી. મારા નાનાભાઈ હીરેનની પત્ની પૂનમબેન મારી પાસે આવ્યાં હતાં અને મને કહ્યું હતું કે ‘તમારા ભાઈ હીરેન રાત્રે ભજન-કીર્તન કરવા ગયા હતા,અને પછી રાત્રે 10.30 વાગ્યે ઘરે આવ્યા હતા, ત્યાર બાદ રાત્રે 12 વાગ્યે તમારા ભાઈ હીરેન હું અડધો કલાકમાં બહાર જઈને પાછો આવું છું તેમ કહીને ઘરેથી ગયા હતા, તેઓ સવાર થઈ તેમ છતાં હજી પાછા આવ્યા નથી. મેં તેમના નંબર પર અનેક વાર કોલ કર્યા પણ તેઓ ફોન ઉપાડતા નથી’.
હું મોટરસાઇકલ લઈને મારા ભાઈને શોધવા માટે નીકળી પડ્યો હતો. હું જ્યારે શોધતો શોધતો નાવલી ગામે પહોંચ્યો ત્યારે અમારા ગામના દિનેશભાઈ પટેલનો મને ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે,’ અલારસા વિસ્તારમાં સુરેશભાઇ ગોરધનભાઈ પટેલના ખેતરના સેઢા પાસે કોઈ લાશ પડી છે અને તેનો ચહેરો હીરેન જેવો લાગે છે’.
ખેતરમાં સેઢા નજીક એક લાશ પડી હતી. મેં નજીક જઈને જોયું તો લાશ મારા ભાઈ હીરેન પટેલની હતી. મેં ત્યાં જોયું તો તેના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઇજાના નિશાન ખુબ જ હતાં. જેથી માથાના ભાગે લોહી નીકળેલું હતું. મારા ભાઈની લાશની બાજુમાં મારા ભાઈનાં ચપ્પલ તેમજ મોબાઈલ ફોન વગેરે પડ્યું હતું.
લાશ નજીકથી એક કોન્ડોમ, એક મોબાઈલ તેમજ ચંપલ મળી આવ્યાં હતાં. મૃતદેહથી થોડેક દૂર એક મોટરસાઇકલ પણ મળી આવ્યું હતું. અમે સો પ્રથમ કોન્ડોમ તપાસ અર્થે મોકલતા તેમાંથી કોઈ ભેદ જાણવા મળ્યો નહોતો .
પોલીસને ગેરમાર્ગે દોરવા કે પછી હીરેન કોઈ સજાતીય સંબંધ ધરાવતો હતો કે કેમ તેમજ તેને બદનામ કરવા આ પ્રકારે કોન્ડોમ ફેંક્યો હોઈ શકે તેને લઈને તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ મૃતક હીરેનભાઈનાં પત્નીની પૂછપરછ કરતાં હીરેનભાઈ સોનાની ચેન પહેરતા હતા એવી જાણકારી મળી હતી, પણ લાશ પર સોનાની ચેન નહોતી એટલે લૂંટના ઇરાદે હત્યા થઈ છે,તેમ પણ વિચાર કર્યો હતો.
તપાસ દરમિયાન મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવતા તેણે છેલ્લે આસી ગામે રહેતા નવનીત પરમાર નામના વ્યક્તિ સાથે વાત કરી હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત ઘટનાસ્થળેથી જે મોટરસાઇકલ મળી આવી હતી તેની નંબર પ્લેટના આધારે તેના માલિકની તપાસ કરતા અમને ખબર પડી હતી કે આ મોટરસાઇકલ પણ નવનીતભાઈ પરમારની હોવાનું જણાઈ આવ્યું હતું.
નવનીત પરમારે કબૂલાત કરી હતી કે તેણે તેમના જ ગામના કૌશિક ડાભી નામના મિત્ર સાથે મળીને હીરેન પટેલની હત્યા કરી હતી. નવનીત પરમારે કબૂલાત કરી હતી કે, હીરેનભાઈને વિદેશ જવું હતું અને તેના માટે તેમણે ફાઇલ મૂકવા માટે એક એજન્ટને 7 લાખ રૂપિયા આપ્યા હતા. પણ એજન્ટ પાસે કામ અટવાતા એ પૈસા પાછા મેળવવા માટે હીરેન ઘણા સમયથી પ્રયાસ કરતો હતો.તેની મદદ લેવા જ અમને બોલાવ્યા હતા.
થોડીવારમાં જે ખેતરમાં હીરેનને ઉતાર્યો હતો તે ખેતરમાં નવનીત પહોંચે છે. હીરેન એજન્ટ પાસે 7 લાખ રૂપિયા લેવાના છે એ બાબતે વાત કરે છે પણ નવનીતનો ઇરાદો કંઈક અલગ જ હતો. તેને હીરેન સાથે સજાતીય સંબંધ બાંધવો હતો. આથી તેણે તેની પાસે રહેલું કોન્ડમ કાઢીને પહેર્યું હતું. પણ હીરેને આ પ્રકારનું કૃત્ય કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે વાતને લઈને બંને વચ્ચે પહેલા બોલાચાલી અને પછી ઝપાઝપી થઈ હતી.પોતાની વાસના ન સંતોષાતા નવનીત ગુસ્સામાં હતો અને તેણે અગાઉથી મૂકી રાખેલો લોખંડનો એંગલ ઉપાડીને હીરેન પર તૂટી પડ્યો હતો. તેણે હીરેનના માથાના પાછળના ભાગે ત્રણ જેટલા જીવલેણ ઘા માર્યા હતા, જેથી હીરેન ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
થોડે દૂર રહેલો કૌશિક ત્યાં પહોંચી ગયો હતો, તેણે હીરેનના ગાળમાં પહેરેલી ચેન લઈ લીધી હતી અને પછી બંને આરોપી મોટરસાઇકલ લઈને ત્યાંથી ઘરે ગયા પછી કંઈ બન્યું ના હોય તે રીતે સૂઈ ગયા હતા.પૂનમનો ફોન આવ્યા બાદ પોતાને કંઈ ખબર ન હોય તેમ નવનીત પરમાર સવારે મોટરસાઈકલ લઈને સવારે જ્યાં હીરેન પટેનો મૃતદેહ મળ્યો હતો ત્યાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. એટલું જ નહીં જ્યારે હીરેનના મૃતદેહને લઈ જતા હતા ત્યારે પણ તે એબ્યુલન્સમાં બેસીને સાથે પોસ્ટમોર્ટ કરાવવા માટે સાથે ગયો હતો.