અમદાવાદમાં દીકરીને મારી નાખવાની ધમકી આપીને પત્નીને શરીર વેચવા મજબૂર કરી.

અમદાવાદ:દિવસે ને દિવસે ખુબ જ ખરાબ  કિસ્સાઓ વધી રહ્યા છે,ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.અમદાવાદમાં એક પતિએ સટ્ટામાં રૂપિયા હારી જતાં તેની પત્નીને દાવ પર લગાવી પૈસા કમાવવાનું શરૂ કર્યું. પત્નીને તેના મિત્રો પાસે અને અલગ-અલગ લોકો પાસે મોકલીને રૂપિયા કમાતો હતો.

કંટાળેલી પત્નીએ ના પાડી તો પતિએ પત્નીના ન્યૂડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા અને નંબર પણ મૂકી દીધો હતો.

માયા પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતી હતી. અહીં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. માયા સાથે સંપર્કમાં આવ્યા બાદ તે તેની સાથે મિત્રતા વધારવા માટે નિરંતર પ્રયાસ કરે છે. યુવકનું નામ રાજીવ પોતે મોટો વેપારી હોય એ રીતે વર્તન કરતો હતો. રાજીવ અને માયા વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ થયો હતો.

તે માયાને અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદમાં બે વર્ષ તેઓ લગ્ન વગર સાથે રહ્યાં અને ત્યાર બાદ તેમણે લગ્ન પણ કર્યાં. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં માયાની આંખો ખૂલી ને તેને ખ્યાલ આવ્યો કે રાજીવ કોઈ વેપારી નહીં, પણ સટ્ટાબાજ છે.

સટ્ટાનો ખેલ બંધ કરાવવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાજીવ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો.રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું.

તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે માયાને કહ્યું, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. આ સાંભળીને માયા ખુબ જ ગભરાઈ ગઈ.

માગ સામે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પણ માયા ના પાડે તો રાજીવ તેને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે મજબૂરીમાં માયાએ પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાજીવને આપતી હતી. આ રૂપિયા રાજીવ એશો આરામ માટે વાપરતો હતો.

અનેક લોકો માયાના શરીરને ચૂંથતા હતા અને મજબૂરીમાં માયાએ પણ તેમને પોતાનું શરીર સોંપવું પડતું હતું, પરંતુ હવે માયા આ બધાથી ત્રાસી ગઈ હતી અને કંટાળી પણ ગઈ હતી. તે હવે આમાંથી બહાર નીકળવા ઈચ્છતી હતી એટલે હવે તેણે રાજીવને સ્પષ્ટપણે ના પાડી દીધી

આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને માયાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી.પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી.કંટાળીને માયાએ આ સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.