અમરેલી (amareli):અમરેલી જિલ્લામા જુદાજુદા વિસ્તારમા અડધાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.વરસાદથી વાડી ખેતરોમા પાણી ભરાયા હતા.
કોટડાપીઠા તથા આસપાસના વિસ્તારમા બપોરબાદ જોરદાર વરસાદ ખાબકયો હતો અને ત્રણ કલાકમા ત્રણ ઇંચ વરસાદ પડી જતા આ વિસ્તારની નદીઓ દોડવા લાગી હતી.ચમારડી, ધરાઇ, સુકવડા, વાવડી, કરિયાણા વિગેરે ગામમા એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. સુકવડામા એક કલાકમા દોઢ ઇંચ વરસાદ થયો હતો.
ખાંભા પંથકમા મેઘરાજાએ સટાસટી બોલાવતા અહી સવા ઇંચ વરસાદ થયો હતો. ગીરકાંઠાના ગામોમા પણ મેઘમહેર થઇ હતી. વાડી ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા છે. કોટડાપીઠાના ધોરીયાળા તળાવમા પાણીની સારી એવી આવક થઇ હતી.
ચમારડી, ધરાઇ, સુકવડા, વાવડી, કરિયાણા વિગેરે ગામમા એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. સુકવડામા એક કલાકમા દોઢ ઇંચ વરસાદ થયો હતો. તો બીજી તરફ ખાંભા પંથકમા મેઘરાજાએ સટાસટી બોલાવતા અહી સવા ઇંચ વરસાદ થયો હતો. ગીરકાંઠાના ગામોમા પણ મેઘમહેર થઇ હતી.
વડીયામા પણ બપોર બાદ એક ઇંચ વરસાદ પડયો હતો. જિલ્લામા જયાં સૌથી વધુ વરસાદ પડયો છે તે બગસરામા આજે એક ઇંચ વરસાદ પડયો હતો. ધારીમા પણ સાંજ સુધીમા પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે લાઠીમા અડધો ઇંચ વરસાદ થયો હતો.
સતત પડી રહેલા વરસાદથી જમીનમા સારો એવો ભેજ સંગ્રહિત થયો હોય હવે ખેડૂતો વરસાદ અટકે અને વરાપ નીકળે તેની રાહ જોઇ રહ્યાં છે.સતત પડી રહેલા વરસાદથી ખેડૂતો ચિંતામા છે. વધારે પાણી પડવાથી પાકને નુકશાન થવાનુ શરૂ થયુ છે. જેથી હવે વરાપની જરૂર છે.