સુરત(surat):અવાર નવાર ચોરીના બનાવ સામે આવતા હોય છે,પરંતુ આ એક અલગ જ ચોરીનો બનાવ સામે આવ્યો છે,ટામેટાના વધતા જતા ભાવ ને લીધે સુરતમાં ટામેટાની ચોરી થઇ છે.
ત્રણ દિવસ પહેલાં મોટા વરાછા વિસ્તારમાંથી બટાકાની ચોરી થયા બાદ હવે ટામેટાંની પણ ચોરીની ઘટના સામે આવી છે.ટામેટાંના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુનાં ટામેટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કેટમાંથી ટામેટાંની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રીંગણ અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે.
વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની ૩ ગૂણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.વેપારીને સવારે શાકભાજીની ચોરી થયા હોવાની જાણ થતાં શાક માર્કેટમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો.
બે દિવસથી શાકભાજીની ચોરી થવાની ઘટના બનતા વિક્રેતા તેમજ નાના વેપારીઓના જીવ અધ્ધર થઇ ગયા છે.પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા ટીમો કામે લગાવી છે