ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય બજાર શક્તિચોક, રાજકમલ ચોક, શાકમાર્કેટ રોડ, બાભાશેરી, ઝાલા રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ થી હાલાકી

ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય બજાર શક્તિચોક, રાજકમલ ચોક, શાકમાર્કેટ રોડ, બાભાશેરી, ઝાલા રોડ સહિત વિસ્તારમાં ફૂટપાથ અને રોડ પર વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે અમુક રાજકીય આગેવાનો દ્વારા ખુલ્લેઆમ ફૂટપાથ અને અડધો રોડ દબાણ કરવામાં આવ્યું હોવાની બુમરાણો ઊઠી છે. ત્યારે નગરપાલિકા શેહસરમ રાખ્યા વગર દબાણ હટાવે તેવી લોક માગણી ઊઠી છે.ધ્રાંગધ્રા શહેરમાં લાંબા સમયથી મુખ્ય બજારમાં ફૂટપાથ અને રોડ ઉપર મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

….ત્યારે વાહનચાલકો અને લોકો પરેશાન થઈ ગયા છે. મુખ્યત્વે અમુક રાજકીય આગેવાનો દ્વારા પોતાની દુકાન બહાર ફૂટપાથ અને રોડ પર દબાણ કરવામાં આવતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે. ત્યારે બજારમાં ખરીદી કરવા નીકળતા મહિલાઓ અને લોકોને ટ્રાફિક જામ થઈ જતો હોવાથી રોડ સાઈડમાં દબાણ હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી પરેશાની ભોગવવી પડી રહી છે. આથી નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ કરનાર રાજકીય આગેવાનો અને વેપારીઓના દબાણ દુર કરવામાં આવે તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલે અને ચીફ ઓફીસર મન્ટીલભાઈ પટેલે જણાવ્યું કે કોઈ રાજકીય આગેવાનો કે વેપારીઓના ફૂટપાથ અને રોડ પરના દબાણ કોઈપણની શેહસરમ રાખ્યાં વગર નોટિસ આપી દબાણ દૂર કરાશે. લોકોની સમસ્યા દૂર કરવામાં આવશે.